Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રૂપાલી ચાકણકરની ૭ કલાક સુધી પૂછપરછ થઈ, એમાંથી બે કલાક તો SITનાં હેડ તેજસ્વી સાતપુતેએ સવાલો કર્યા

રૂપાલી ચાકણકરની ૭ કલાક સુધી પૂછપરછ થઈ, એમાંથી બે કલાક તો SITનાં હેડ તેજસ્વી સાતપુતેએ સવાલો કર્યા

Published : 11 May, 2026 09:22 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંજલિ દમણિયાએ તપાસની માગણી કરીને કહ્યું હતું કે ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલી ચાકણકરે SIT તપાસ માટે જતી વખતે રસ્તામાં પોતાની કાર બદલી હતી

રૂપાલી ચાકણકર

રૂપાલી ચાકણકર


નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે અને પોલીસે વિવિધ કેસોમાં આરોપી અશોક ખરાતની પોલીસ-કસ્ટડી લંબાવી છે. ગઈ કાલે રાજ્ય મહિલા આયોગનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરની પણ SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કુલ ૭ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એમાંથી બે કલાક તો SITનાં હેડ તેજસ્વી સાતપુતે તેમને સવાલો કર્યા હતા. 

અન્ય રાજકીય જૂથો કોના ઇશારે અશોક ખરાતના મંદિરમાં આવી રહ્યાં હતાં? રૂપાલી ચાકણકરના અશોક ખરાત સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો કયાં બૅન્ક-ખાતાંઓ દ્વારા કરવામાં આવ્યાં હતાં એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ SITના ઑફિસરો દ્વારા તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં તમે અશોક ખરાત સાથે ક્યારે સંબંધમાં હતાં? શું તમે શિવનિકા સંસ્થામાં હતાં ત્યારે અશોક ખરાતના આ બધા કેસોથી વાકેફ હતાં? અશોક ખરાત સાથે કરવામાં આવતી પૂજા અને ધાર્મિક વિધિઓ બરાબર હતી? શું પૂજાવિધિનો અશોક ખરાત સાથે કોઈ નાણાકીય સંબંધ હતો? અશોક ખરાત સાથેનો ફોટો અને વિડિયો ક્યારે લેવામાં આવ્યા છે? એ કયા કાર્યક્રમના છે? શિવનિકા સંગઠનની બેઠકોમાં શું કામ કરવામાં આવે છે? આ પ્રશ્નો SITએ રૂપાલી ચાકણકરને પૂછ્યા હતા.



અંજલિ દમણિયાએ તપાસની માગણી કરી 
સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ તપાસની માગણી કરીને કહ્યું હતું કે ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલી ચાકણકરે SIT તપાસ માટે જતી વખતે રસ્તામાં પોતાની કાર બદલી હતી. ઉપરાંત પુણેથી નાશિક જતી વખતે રૂપાલી ચાકણકરે ત્રણથી ૪ વખત તેમની કાર રોકી હતી. આ બાબતની પણ તપાસ થવી જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 09:22 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK