Asteroid to hit Mumbai: જોકે, વૈજ્ઞાનિકોને આશા છે કે અથડામણની શક્યતા દરરોજ ઘટી રહી છે. પ્લેનેટરી સોસાયટીના મુખ્ય વૈજ્ઞાનિક બ્રુસ બેટ્સે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે આગામી મહિનાઓ કે વર્ષોમાં અથડામણની શક્યતા શૂન્ય થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
કી હાઇલાઇટ્સ
- મુંબઈ પર અવકાશમાંથી અપત્તિ આવવાની છે.
- તે પૃથ્વી નજીકથી પસાર થતી વખતે પૃથ્વી સાથે અથડાય એવો અંદાજ
- આ એસ્ટરોઇડ એક મોટી ઑફિસ બિલ્ડિંગ જેટલો વિશાળ છે.
મુંબઈ શહેર પર અનેક સંકટો આવ્યા છે. દરેક મુશ્કેલીઓ અપત્તિમાંથી બહાર પડીને દેશનું આર્થિક પાટનગર સતત પ્રગતિ કરી રહ્યું છે. જોકે તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં મુંબઈ પર સૌથી મોટી મુસીબત આવવાની છે અને આ અપત્તિમાંથી સદનસીબે જ અથવા ભગવાન ભરોસે જ બચી શકાય તેમ છે એવું કહી શકાય. કારણ કે આ વખતે મુંબઈ પર અવકાશમાંથી અપત્તિ આવવાની છે. આ અપત્તિ બાબતે ખગોળશાસ્ત્રીઓ પણ આગાહી કરી છે, અને તેઓ મુંબઈ પર આવનારી આ મુસીબત પર નજર રાખી રહ્યા છે.
સ્વપ્નનું શહેર કહેવાતા મુંબઈ પર જે આપત્તિ ત્રાટકવાની છે, તેનું નામ છે ‘સિટી કિલર. આ એક એસ્ટરોઇડ એટલે કે અવકાશમાંથી પડતો એક મોટો પથ્થર છે, જે ગયા વર્ષે ડિસેમ્બરમાં મળી આવ્યો હતો. આ લઘુગ્રહનું વૈજ્ઞાનિક નામ 2024 YR4 છે. વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ એસ્ટરોઇડ પર છેલ્લા અનેક સમયથી નજર રાખી રહ્યા છે. આ એસ્ટરોઇડ 130 થી 300 ફૂટ પહોળો છે. આ એસ્ટરોઇડ એક મોટી ઑફિસ બિલ્ડિંગ જેટલો વિશાળ છે. 22 ડિસેમ્બર, 2032 ના રોજ તે પૃથ્વી નજીકથી પસાર થતી વખતે પૃથ્વી સાથે અથડાય એવો અંદાજ છે, જોકે તેની શક્યતા માત્ર 1.5 ટકા જ છે.
ADVERTISEMENT
આ એસ્ટરોઇડ અથડાવાની શક્યતા એક ટકાની નિર્ણાયક મર્યાદા કરતાં વધુ હોવાથી, નાસા સહિત વૈશ્વિક અવકાશ એજન્સીઓ તેના માર્ગ પર નજીકથી નજર રાખી રહ્યા છે. નાસાના મૂલ્યાંકન અને સાયન્ટિફિક અમેરિકન દ્વારા આપેલા અહેવાલ મુજબ, એસ્ટરોઇડ 2024YR4 નો સંભવિત પ્રભાવ વિસ્તાર પૂર્વીય પેસિફિક મહાસાગરથી દક્ષિણ એશિયા સુધી વિસ્તરેલો હોય શકે છે. આ વિસ્તારમાં બોગોટા (કોલંબિયા), લાગોસ (નાઇજીરીયા) અને ભારતના મુંબઈ શહેર જેવા ગીચ વસ્તીવાળા શહેરોનો સમાવેશ થાય છે.
આ એસ્ટરોઇડ ચંદ્ર સાથે અથડાવાની પણ શક્યતા ખૂબ જ ઓછી છે. જો તે પૃથ્વી સાથે અથડાશે, તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે. જો એસ્ટરોઇડ વાતાવરણમાં તૂટી પડે અથવા તેનો કાટમાળ પૃથ્વી પર અથડાશે, તો તેની તાત્કાલિક અસરો હાઇડ્રોજન બૉમ્બના વિસ્ફોટ જેટલી હોઈ શકે છે, જે તેના માર્ગમાં આવતા કોઈપણ શહેરનો નાશ કરી શકે છે. જોકે, વૈજ્ઞાનિકોને આશા છે કે અથડામણની શક્યતા દરરોજ ઘટી રહી છે. પ્લેનેટરી સોસાયટીના મુખ્ય વૈજ્ઞાનિક બ્રુસ બેટ્સે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે આગામી મહિનાઓ કે વર્ષોમાં અથડામણની શક્યતા શૂન્ય થઈ શકે છે.
છતાં, નાસાના ખગોળશાસ્ત્રીઓ કોઈ જોખમ લઈ રહ્યા નથી. નાસા એસ્ટરોઇડના અનુમાનિત માર્ગને સુધારવા માટે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA), રોસકોસ્મોસ (રશિયા) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) સહિત આંતરરાષ્ટ્રીય સમકક્ષો સાથે કામ કરી રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓની એક ટીમ એસ્ટરોઇડના કદ અને માર્ગનો વધુ સચોટ અંદાજ મેળવવા માટે નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

