પહેલી જ મૅચ થઈ ટાઈ અને સુપર ઓવરમાં મેમણે ગઈ સીઝનની સેમી ફાઇનલિસ્ટ ઘોઘારી લોહાણાને આપી માત : ચાર વખતના ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર અને ત્રણ વખતના વિજેતા કપોળની પણ દમદાર શરૂઆત : કચ્છી લોહાણા અને બનાસકાંઠા રૂખીનો પરાજય
ખેલાડીઓ મેદાન ગજાવી મૂકે એ પહેલાં ટાઇટલ સ્પૉન્સર પૅરાડાઇમ રિયલ્ટીના ચીફ સેલ્સ ઍન્ડ માર્કેટિંગ ઑફિસર હિતેશ લાલચંદાની અને અસોસિએટ સ્પૉન્સર જસ્ટ પ્રૉપર્ટીઝના પ્રશાંત વિઠલાણીએ પોતપોતાની ક્રિકેટિંગ ટૅલન્ટ બતાવી હતી.
કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે ‘મિડ-ડે કપ’ની ૧૭મી સીઝનના લીગ રાઉન્ડનો પ્રથમ દિવસ ખૂબ રોમાંચક રહ્યો હતો. પ્રથમ જંગમાં જ ઘોઘારી લોહાણા અને મેમણ ટીમ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી અને મૅચ ટાઇ થયા બાદ વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો. સુપર ઓેવરમાં જોકે મેમણે સુપર પર્ફોર્મન્સ વડે ઘોઘારી લોહાણાને હરાવ્યું હતું. બીજી મૅચમાં કચ્છી લોહાણા સામે ચાર વખતના ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારે ૧૧ બૉલ બાકી રાખીને ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. ત્રીજા અને દિવસના છેલ્લા જંગમાં ગઈ સીઝનની ચૅમ્પિયન કપોળ સામે બનાસકાંઠા રૂખી ટીમ ખાસ દમ નહોતી બતાવી શકી અને એણે ૪૧ રનથી પરાજય જોવો પડ્યો હતો.
ઍન્કર મનીષ શાહ
ADVERTISEMENT
મૅચ-૧
ટૂંકો સ્કોર : ઘોઘારી લોહાણા (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૦ રન અને સુપર ઓવરમાં ઝીરોમાં ઑલઆઉટ – સુજય ઠક્કર ૨૩ બૉલમાં ચાર સિક્સર અને બે ફોર સાથે ૪૫, મૈત્રિક ઠક્કર ૧૭ બૉલમાં ૧૩ અને અમન સુરૈયા ૪ બૉલમાં એક સિક્સર સાથે ૯ રન. હમઝા ધોકડિયા ૧૧ રનમાં, શોએબ હનીફ ૧૭ રનમાં અને સીમર શાહિદ ૨૯ રનમાં એક-એક વિકેટ) સામે મેમણ (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૯૦ રન અને સુપર ઓવરમાં વિના વિકેટે ૩૦ રન - અબ્દુલ આહદ સુપારીવાલા ૮ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૨૯, હમઝા ધોકડિયા ૧૫ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૩, સમીર શાહિદ ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૨ અને સોહેલ યુસુફ મીઠાઈવાલા ૭ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન. ભાવિક ઠક્કર પાંચ રનમાં, જય રાજપોપટ ૧૫ રનમાં અને આશિષ ઠક્કર ૩૩ રનમાં બે-બે વિકેટ તથા સુજય ઠક્કર ૧૦ રનમાં અને અમિત ઠક્કર ૧૪ રનમાં એક-એક વિકેટ)નો ટાઇ બાદ સુપર ઓવરમાં ૩૦ રનથી વિજય.
મૅન ઓફ ધ મૅચ : મેમણનો અબ્દુલ આહદ સુપારીવાલા (૮ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૨૯ રન)
મૅચ-૨
ટૂંકો સ્કોર : કચ્છી લોહાણા (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૩ રન – હાર્દિક ઠક્કર ૮ બૉલમાં બે સિક્સર સાથે ૧૪, વિશાલ રૂપારેલ ૮ બૉલમાં બે ફોર સાથે ૧૧ અને હર્ષ ગણાત્રા ૧૫ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન. જેસલ નાકરાણી ૧૮ રનમાં બે તથા હિરેન રંગાણી ૮ રનમાં, ભાવિક ભગત ૯ રનમાં, વેદાંશ પટેલ ૧૩ રનમાં અને રમેશ જબુઆણી ૧૪ રનમાં એક-એક વિકેટ) સામે કચ્છી કડવા પાટીદાર (૮.૧ ઓવરમાં ચાર વિકેટે ૭૬ રન – વેદાંશ પટેલ ૨૨ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૮ અને પ્રીતેશ પટેલ ૧૩ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૬ રન. પ્રથમ કોટક ૭ રનમાં, જય સચદે ૧૦ રનમાં, વિશાલ રૂપારેલ ૧૧ રનમાં અને અવધેશ ઠક્કર ૧૯ રનમાં એક-એક વિકેટ)નો ૬ વિકેટે વિજય.
મૅન ઓફ ધ મૅચ : કચ્છી કડવા પાટીદારનો વેદાંશ પટેલ (૧૩ રનમાં એક વિકેટ અને ૨૨ બૉલમાં ૨૮ રન)
મૅચ-૩
ટૂંકો સ્કોર : કપોળ (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૧ રન – ગૌરાંગ પારેખ ૧૮ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૩૬, દીવ મોદી ૧૧ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૭, ઉમંગ શેઠ ૧૩ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨, હર્ષિત ગોરડિયા પાંચ બૉલમાં બે ફોર સાથે ૧૧ અને મૌલિક મહેતા ૮ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન. લોકેશ ડાંગિયા ૨૭ રનમાં બે તથા ખીમજી મકવાણા ૧૨ રનમાં અને ધવલ સોલંકી ૧૪ રનમાં એક-એક વિકેટ)નો બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૭૦ રન – ધવલ સોલંકી ૧૬ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૩, દેવાંશ કાજ ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૨, ચેતન સોલંકી ૧૧ બૉલમાં એક ફોર સાથે ૮ અને મનોજ રાઠોડ ૧૩ બૉલમાં એક ફોર સાથે ૮ રન. દર્શન મોદી ૭ રનમાં, મૌલિક મહેતા ૧૨ રનમાં અને આકાશ ભુતા ૧૬ રનમાં એક-એક વિકેટ) સામે ૪૧ રનથી વિજય.
મૅન ઓફ ધ મૅચ : કપોળનો ગૌરાંગ પારેખ (૧૮ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૩૬ રન)
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-A |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
A1 |
૧ |
૧ |
૦ |
૨ |
૪.૧૦ |
A3 |
૧ |
૦ |
૧ |
૦ |
-૪.૧૦ |
A2 |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
A4 |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
A1 કપોળ, A2 શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ, A3 બનાસકાંઠા રૂખી, |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-B |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
B3 |
૧ |
૧ |
૦ |
૨ |
૬.૨૩ |
B1 |
૧ |
૧ |
૦ |
૨ |
૪.૬૦ |
B2 |
૧ |
૦ |
૧ |
૦ |
-૪.૬૦ |
B4 |
૧ |
૦ |
૧ |
૦ |
-૬.૨૩ |
B1 - કચ્છી વીસા ઓસવાળ જૈન, |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-C |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
C3 |
૧ |
૧ |
૦ |
૨ |
૨.૦૧ |
C1 |
૧ |
૦ |
૧ |
૦ |
-૨.૦૧ |
C2 |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
C1 કચ્છી લોહાણા, C2 બારેસી દરજી, C3 કચ્છી કડવા પાટીદાર |
મૅન આૅફ ધ મૅચ
મેમણના અબ્દુલ આહદ સુપારીવાલાને અસોસિએટ સ્પૉન્સર જસ્ટ પ્રૉપર્ટીઝના પ્રશાંત વિઠલાણીના હસ્તે.
કચ્છી કડવા પાટીદારના વેદાંશ પટેલને શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈના ટ્રસ્ટીઓ મયૂર સોતા અને ભાવિક તન્નાના હસ્તે. તસવીર : અનુરાગ અહિરે અને સતેજ શિંદે
કપોળના ગૌરાંગ પારેખને બનાસકાંઠા રૂખી સમાજના અગ્રણી ભગવાન પરમારના હસ્તે.

