Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીડમાં ખાડાથી બચવા ગયેલી કાર બેકાબૂ બનીને સામેથી આવતી બસમાં ઘૂસી ગઈ, પાંચ લોકોનાં મોત

બીડમાં ખાડાથી બચવા ગયેલી કાર બેકાબૂ બનીને સામેથી આવતી બસમાં ઘૂસી ગઈ, પાંચ લોકોનાં મોત

Published : 19 October, 2026 11:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રવિવારે સવારે એક કાર ખાડાથી બચવા જતાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સાથે અથડાઈ હતી

બસ સાથે સામસામે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બસ સાથે સામસામે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રવિવારે સવારે એક કાર ખાડાથી બચવા જતાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સાથે અથડાઈ હતી, જેમાં ૧૧ વર્ષના બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત ખામગાવ-પંઢરપુર નૅશનલ હાઇવે પર શિંદેવાડી ક્રૉસ રોડ પાસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યુ પામેલા લોકો મજલગાવના રહેવાસી હતા અને તુળજાપુર માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સામેથી આવી રહેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એમાં સવાર પાંચેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. CCTV કૅમેરાના ફુટેજમાં જોવા મળે છે કે એક પુલ પર ખાડાથી બચવાના પ્રયાસમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે એ સામેથી આવતી બસ સાથે સીધી અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિક લોકોએ રસ્તો રોકીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ-પ્રદર્શનને કારણે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK