Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી હિન્દુ સ્મશાનભૂમિની સમસ્યાઓ દૂર કરવા માટે મેયર રિતુ તાવડેની સૂચના

ગુજરાતી હિન્દુ સ્મશાનભૂમિની સમસ્યાઓ દૂર કરવા માટે મેયર રિતુ તાવડેની સૂચના

Published : 18 November, 2026 07:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાંડુપની સ્મશાનભૂમિમાં સ્વચ્છતા ઉપરાંત મૂળભૂત સુવિધાઓ ન હોવાની ફરિયાદો મળતાં મેયરે તાત્કાલિક નીવેડો લાવવા નિર્દેશ આપ્યો

ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક અને મેયર રિતુ તાવડે

ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક અને મેયર રિતુ તાવડે


ભાંડુપ (વેસ્ટ)માં આવેલી ગુજરાતી હિન્દુ સ્મશાનભૂમિમાં પાયાભૂત સુવિધાઓના અભાવ માટેની ફરિયાદો તથા વાયુપ્રદૂષણ ઘટે એવી ઊંચી ચીમની બેસાડવાની સ્થાનિકોની માગણી ધ્યાનમાં લઈને મુંબઈનાં મેયર રિતુ તાવડેએ સંબંધિત ખાતા અને અધિકારીઓને નાગરિકોની સમસ્યા દૂર કરવા અને તેમની માગણીઓ પૂરી કરવાની સૂચના આપી હતી. સ્મશાનભૂમિમાં અસ્વચ્છતા, મૂળભૂત સુવિધા ઉપરાંત ઊંચી ચીમની બેસાડવાનો નિર્દેશ આપીને સમયસર આ સમસ્યાઓનો નિકાલ કરવાનો નિર્દેશ ગઈ કાલે રિતુ તાવડેએ આપ્યો હતો. ગઈ કાલે રિતુ તાવડેની અધ્યક્ષતા હેઠળ ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક સાથે S અને T વિભાગના વિવિધ વિષયો માટે બેઠક યોજવામાં આવી હતી. 
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટકે ભાંડુપ (વેસ્ટ)માં ગુજરાતી હિન્દુ સ્મશાનભૂમિનો મદ્દો ઉઠાવ્યો હતો અને લોકોને આ સ્મશાનભૂમિમાં રહેલી અસુવિધાના કારણે સહન કરવી પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આ સ્મશાનભૂમિ માટે સંબંધિત સંસ્થાએ સામાજિક કાર્ય અને સામાજિક જવાબદારી માનીને જમીન દાનમાં આપી હતી અને એનો ઉપયોગ લોકોને સુવિધા મળે તથા સાર્વજનિક હિત માટે થાય એવા હેતુએ આપી હતી. આ સ્મશાનભૂમિ માટે BMCએ ૨.૬૦ કરોડ રૂપિયાનું ભંડોળ અંદાજપત્રમાં નક્કી કર્યું હતું. જોકે સંસ્થા એમાંથી ફક્ત ૯૦ લાખ રૂપિયાના ભંડોળનો જ ઉપયોગ કરી શકે એવું ઠેરવવામાં આવ્યું છે જે યોગ્ય નથી. આ જમીન સંબંધિત સંસ્થાએ મફતમાં BMCને દાનમાં આપી હોવાનું BMCએ ધ્યાનમાં રાખવું જોઈએ. કોવિડ વખતે પણ આ સ્મશાનભૂમિમાં મોટી સંખ્યામાં અંતિમસંસ્કાર થયા હતા જેથી BMC સ્મશાનભૂમિમાં સ્વચ્છતા તથા પાયાભૂત સુવિધાઓ વગેરે બાબતોનું ધ્યાન રાખે એ જરૂરી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK