° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


ભાઇંદરમાં પ્લમ્બરે ટેરેસ પર લઈ જઈને છ વર્ષની બાળકી પર કર્યો રેપ

25 September, 2021 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારને જાણતો હોવાનો તેણે લાભ લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીમાં સગીર વયની બાળકી પર ૩૦થી વધુ આરોપીઓએ રેપ કર્યો હોવાની ઘટના હજી તાજી જ છે ત્યાં ભાઈંદરમાં ફક્ત છ વર્ષની બાળકી પર રેપ થયો હોવાની ઘટના બહાર આવતાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ભાઈંદર-ઈસ્ટમાં ગોલ્ડન નેસ્ટ પરિસરમાં એક સોસાયટીમાં રહેતી છ વર્ષની બાળકી પર પાડોશમાં રહેતા અને પરિવારને જાણતા ૨૨ વર્ષના સચિન ચૌધરીએ બિલ્ડિંગના ટેરેસ પર લઈ જઈને બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પરિવારને જાણતો હોવાનો તેણે લાભ લીધો હતો. સચિન પ્લમ્બર તરીકે કામ કરતો હતો. બાળકીને પેટમાં દુખાવો થવા લાગ્યો ત્યારે તેણે તેની માતાને ફરિયાદ કરી હતી. તે તેને તપાસ માટે ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

નવઘર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ગણેશ કેકાણે જણાવ્યું હતું કે ‘બાળકીને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેના મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આરોપી સામે નવઘર પોલીસે આઇપીસીની કલમ ૩૭૬, ૩૬૩, ૫૦૩ અને પોસ્કો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં લઈ જતાં તેને ચાર દિવસની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આપ્યો છે.’

25 September, 2021 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પોતાની જ ચરબી ઉતારી પોલીસે

યસ, શબ્દશ: આવું કર્યું મુંબઈ પોલીસે : ૯૦ દિવસ ફિટનેસ પર ધ્યાન આપીને કેટલાક અધિકારીઓએ ૧૨ કિલો વજન ઓછું કર્યું : કોવિડ પછી ખાસ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરાયો

27 October, 2021 08:35 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

આર્યન ખાનને આડો આવ્યો આંકડો ૪૫નો

સાંજે છ વાગ્યે જજે ઍડ્વોકેટ અમિત દેસાઈ અને સરકારી વકીલને કેટલી વાર લાગશે એમ પૂછ્યું અને બન્નેએ ૪૫ મિનિટ માગી એટલે તેમણે જામીન સુનાવણી મોકૂફ કરી દીધી

27 October, 2021 08:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

Aryan Khan Case: તારીખ પે તારીખ.. હવે 27 ઓક્ટોબરે જામીન અરજી પણ સુનાવણી 

ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આર્યન ખાનને ક્રુઝમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો.

26 October, 2021 08:54 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK