૩જી મેએ વૉચ ગોઠવીને ભારતીય ચલણની ૫૦૦ રૂપિયાની ૩૦ લાખ રૂપિયાની બનાવટી નોટો સાથે ૩ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા
ભિવંડી ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ૪૫ લાખ રૂપિયાની ફેક કરન્સી જપ્ત કરી
ભિવંડી ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ૪૫ લાખ રૂપિયાની ફેક કરન્સી જપ્ત કરી હતી. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) અમરસિંહ જાધવે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ક્રાઇમ બ્રાન્ચને ટિપ મળી હતી કે કેટલાક લોકો બનાવટી ચલણી નોટો વટાવવા માટે આવવાના છે. એથી એના આધારે ૩જી મેએ વૉચ ગોઠવીને ભારતીય ચલણની ૫૦૦ રૂપિયાની ૩૦ લાખ રૂપિયાની બનાવટી નોટો સાથે ૩ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં તેમણે આપેલી માહિતીના આધારે અન્ય ૩ આરોપીઓને ઝડપી તેમની પાસેથી બીજી ૧૫.૫૦ લાખ રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ ટોળકી ભિવંડીના અવચિત પાડામાં આવેલી એક ટ્રાન્સપોર્ટ કંપનીની ઑફિસમાં આ બનાવટી નોટો છાપતી હતી. ત્યાંથી લૅપટૉપ, કરન્સી છાપવાના ખાસ બૉન્ડ-પેપર, પ્રિન્ટર-કટર અને અન્ય મશીનરી તેમ જ સામગ્રી હસ્તગત કર્યાં હતાં.’

