Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Bhiwandi Fire News: વિકરાળ આગે અનેક વેરહાઉસને લીધા લપેટમાં- ફાયર બ્રિગેડ ટીમો દોડી- જોઈ લો આગનું રૌદ્ર રૂપ

Bhiwandi Fire News: વિકરાળ આગે અનેક વેરહાઉસને લીધા લપેટમાં- ફાયર બ્રિગેડ ટીમો દોડી- જોઈ લો આગનું રૌદ્ર રૂપ

Published : 12 May, 2025 09:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bhiwandi Fire News: આ આગ પહેલા પાંચ કંપનીઓમાં ફાટી નીકળી હતી અને ત્યાર બાદમાં મંડપ ડેકોરેશનવાળા એક સ્ટોરેજમાં પણ ફેલાઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી આજે વહેલી સવારે આગ લાગવાની એક ઘટના (Bhiwandi Fire News) સામે આવી છે. અહીં એક વેરહાઉસમાં આજે વહેલી સવારે જ ભીષણ આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભિવંડીમાં રિચલેન્ડ કમ્પાઉન્ડમાં આ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


જેવી આ આગની જાણ થઈ કે તરત જ જ ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાના સ્થળે દોડી આવી હતી અને બચાવ તેમ જ રાહત કામગીરી હાથ ધધરવામાં આવી છે.




આ આગની ઘટનાનો વિડીયો (Bhiwandi Fire News) પણ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રચંડ અગ્નિ જ્વાળાઓ જોવા મળે છે. દૂર દૂર સુધી આગનો ધુમાડો જોવા મળી રહ્યો છે.  અત્યારે આ આગને કાબુમાં લેવાના સઘન પ્રયાસ ચાલી રહ્યા છે. જેની માટે હાલમાં ચાર ફાયર ટેન્ડર આવી પહોંચ્યા છે. ભિવંડી અને કલ્યાણથી ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ પહેલા પાંચ કંપનીઓમાં ફાટી નીકળી હતી અને ત્યાર બાદમાં મંડપ ડેકોરેશનવાળા એક સ્ટોરેજમાં પણ ફેલાઈ હતી. હવે વાત કરીએ કે આ આગમાં કેટલું માલનું નુકસાન થયું છે. તો આ આગમાં લગભગ 22 વેરહાઉસ બળીને ખાખ થઈ ગયા છે. જેમાં કેમિકલ વેરહાઉસ, પ્રિન્ટિંગ મશીન, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, આરોગ્ય સંબંધિત પ્રોટીન ફૂડ પાઉડર, કોસ્મેટિક સામગ્રી, કપડાં, પગરખાં, તેમ જ મંડપ ડેકોરેશનની આઇટમ્સ સહિત તમામ ફર્નિચર બળીને રાખ થઈ ગયા છે.

તાજેતરની જ આગની ઘટનાઓ (Bhiwandi Fire News) સંક્ષિપ્તમાં

તમને જણાવી દઈએ કે અગાઉ 10 મેના રોજ થાણેમાં એક પ્લાયવુડ ફેક્ટરી-કમ-ગોડાઉનમાં આગ ફાટી નીકળી (Bhiwandi Fire News) હતી. જેમાં અગ્નિશામકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ભિવંડીના રાહનાલ વિલેજમાં ત્રણ માળની બિલ્ડિંગમાં શનિવારે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યાની આસપાસ આ આગ ફાટી નીકળી હતી. તેમાં અત્યંત જ્વલનશીલ પ્લાયવુડનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેને લીધે આ આગ વધુ વિકરાળ બની હતી. સ્થાનિક ફાયર ટીમો, આપત્તિ વ્યવસ્થાપન સેલ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

હમણાં કાંદિવલી (પશ્ચિમ)માં અશોક ચક્રવર્તી રોડ પર બોનાન્ઝા ઔદ્યોગિક એસ્ટેટમાં શનિવારે વહેલી સવારે આગ (Bhiwandi Fire News) લાગી હતી. આ ઘટના 10 મે, 2025 ના રોજ બની હતી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા આપવામાં આવેલા અપડેટ્સ અનુસાર મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) આ આગ જી + 2 માળની ઔદ્યોગિક એસ્ટેટ બિલ્ડિંગના પહેલા માળે સ્થિત એક ગાળા સુધી મર્યાદિત હતી. આ વિસ્તાર ગાઢ ધુમાડામાં લપેટાઈ ગયો હતો, જેના કારણે તાત્કાલિક અગ્નિશામક પગલાં લેવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ત્રણ નાની નળીની લાઇનો અને એક ઉચ્ચ દબાણવાળી લાઇન તૈનાત કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK