Mumbai Police: `ઑપરેશન સિંદૂર` બાદ મુંબઈમાં દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કોઈને પણ ફટાકડા ન ફોડવા કે રોકેટ ન ઉડાડવાનો આદેશ આપ્યો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ (Mumbai Police) હવે સજ્જ થઈ છે. સુરક્ષાના ભાગરૂપે મુંબઈની પોલીસ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ મુંબઈમાં ૧૧મી મેથી લઈને ૯મી જૂન સુધી ફટાકડા ફોડવા પર કે રોકેટ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈમાં સુરક્ષા વધી
ADVERTISEMENT
Mumbai Police: ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા `ઑપરેશન સિંદૂર` બાદ મુંબઈમાં દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારી મથકો, સંવેદનશીલ અને ધાર્મિક સ્થળો, વિદેશી દૂતાવાસો અને રેલ્વે સ્ટેશનોની પણ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મુંબઈની વાત કરવામાં આવે તો રેલવેસ્ટેશન જેવા કે ચર્ચગેટ, સીએસએમટી, લોકમાન્ય તિલક ટર્મિનસ, કુર્લા, મુંબઈ સેન્ટ્રલ, અંધેરી, ચેમ્બુર, ગોવંડી, બોરીવલી વગેરે પર પણ ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાલમાં જ મુંબઈ પોલીસે (Mumbai Police) વિવિધ સ્થળોએ રૂટ માર્ચ કરી રહી છે. રેલ્વે સ્ટેશનો પર પુલ, પ્લેટફોર્મ પર શંકાસ્પદ વ્યક્તિઓ અને બેગની તપાસ કરવામાં પણ આવી રહી છે. મુંબઇમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લેતાં જે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને લાંબા અંતરના વાહનો પર સલામતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે ઉપરાંત સાવચેતીના પગલાના ભાગરૂપે મુંબઈ પોલીસે મુંબઈમાં કોઈને પણ ફટાકડા ન ફોડવા કે રોકેટ ન ઉડાડવાનો આદેશ આપ્યો છે.
ફટાકડા નહીં ફોડવા અને રોકેટ નહીં છોડવા આદેશ
આ મામલે ડેપ્યુટી કમિશનર (ઓપરેશન્સ) અકબર પઠાણે આ સંદર્ભમાં આદેશો જારી કર્યા છે અને આ પ્રતિબંધ (Mumbai Police) ૧૧મી મેથી ૯ જૂન સુધી લાગુ રહેશે એમ પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસે માહિતી આપી હતી કે ડેપ્યુટી કમિશનરે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ ૧૦ની પેટા-કલમ ૨ હેઠળ મળેલી સત્તાઓ હેઠળ આ આદેશ જારી કર્યો છે. અને આ જારી કરવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે.
જો કશુંક પણ બિનવાયરસ કે શંકાસ્પદ મળે છે તો તરત પોલીસને જાણ કરો
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે નાગરિકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. એમ પોલીસ તંત્રએ (Mumbai Police) જણાવ્યું છે. જો તમને સ્ટેશન વિસ્તારમાં કંઈપણ શંકાસ્પદ લાગે છે તો તરત તમારે પોલીસને જાણ કરવી. હાલ જે પ્રકારનું વાતાવરણ છે તે તરફ જોતાં નાગરિકોએ પોલીસતંત્રને સહકાર કરવો જરૂરી છે. કશુંક પણ શંકાસ્પદ જણાય છે તો તરત જ પોલીસને જાણ કરવાની પણ વિનંતી કરાઇ છે. ખાસ કરીને કોઈ બિનવારસ બેગ મળે કે પછી ઇલેક્ટ્રોનિક આઈટમ હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જણાય તો પણ તરત પોલીસનું ધ્યાન દોરવાનું કહેવામાં આવ્યું છે.

