ભાજપના ધારાસભ્ય રામ કદમે વધુમાં કહ્યું, "પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે અને અમે તેમના ઘરમાં ઘૂસીને તેમને ત્રણ વખત પાઠ ભણાવ્યો છે અને જો જરૂર પડશે તો અમે તેમને વધુ પાઠ શીખવીશું. બધા દેશવાસીઓ અમારી ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવશે."
રામ કદમ અને સંજય રાઉત
કી હાઇલાઇટ્સ
- સાંસદ સંજય રાઉતે આ મૅચનો વિરોધ કર્યો હતો અને તેને રાજદ્રોહ પણ ગણાવ્યો
- ભાજપે સંજય રાઉતના નિવેદન પર જોરદાર પ્રતિક્રિયા આપી
- રાઉત પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો
એશિયા કપ 2025માં ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટ મૅચ પહેલા અને આ સાથે નેપાળમાં ચાલી રહેલા તીવ્ર અને હિંસક વિરોધ પ્રદર્શનને લીધે ભારતમાં મોટા પાયે રાજકારણ ગરમાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આ મૅચનો વિરોધ કર્યો હતો અને તેને રાજદ્રોહ પણ ગણાવ્યો હતો. રાઉતની ટીકા સામે હવે દ્વારા પણ જોરદાર પ્રતિક્રિયા અને જવાબ આપવામાં આવ્યો છે, જેમાં તેઓએ રાઉત પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપે સંજય રાઉતના નિવેદન પર જોરદાર પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના ધારાસભ્ય રામ કદમે કહ્યું, "ભારતના રમતગમત મંત્રાલયે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત બહુ-રાષ્ટ્રો વચ્ચે રમાતી રમતોમાં જ માત્ર ભાગ લેશે. આ રમતમાં ફક્ત પાકિસ્તાન જ નથી, તેમાં ઘણા દેશો પણ સામેલ છે." તેમણે કહ્યું કે હવે જ્યારે ઘણા દેશો છે, ત્યારે આપણી દુશ્મની પાકિસ્તાન સાથે છે. આપણે તેમની સાથે કોઈ દ્વિપક્ષી સિરીઝ નહીં રમીએ, પરંતુ જ્યારે ઘણા દેશો રમી રહ્યા છે અને જો આપણે તેમાં પાકિસ્તાનનો સામનો કરવો પડશે, અને તેમાં આપણે રમવું પડશે. પાકિસ્તાન માટે આપણે અન્ય દેશો સાથેના સંબંધો તોડીશું નહીં.
ADVERTISEMENT
રામ કદમે રાઉત અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું, “શું ઉદ્ધવ ઠાકરે આવી સાદી વાત નથી સમજતા? તેઓ સારી રીતે જાણે છે કે જાવેદ મિયાંદાદને પોતાના ઘરે બોલાવીને બિરયાની ખવડાવનાર અને `ઑપરેશન સિંદૂર` પર પ્રશ્નો ઉઠાવનાર ઉદ્ધવ ઠાકરેને આ વિષય પર વાત કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી?”
`અમે પાકિસ્તાનને મેદાનમાં પણ પાઠ ભણાવીશું`
ભાજપના ધારાસભ્ય રામ કદમે વધુમાં કહ્યું, "પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે અને અમે તેમના ઘરમાં ઘૂસીને તેમને ત્રણ વખત પાઠ ભણાવ્યો છે અને જો જરૂર પડશે તો અમે તેમને વધુ પાઠ શીખવીશું. બધા દેશવાસીઓ અમારી ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવશે. જેમ અમે તેમને ઑપરેશન સિંદૂરમાં પાઠ ભણાવ્યો હતો, તેવી જ રીતે અમે આ રમતમાં પણ પાકિસ્તાનને પાઠ ભણાવીશું."
સંજય રાઉતે મૅચ પર શું પ્રશ્નો ઉઠાવ્યા હતા?
શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ગુરુવાર 11 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર લખ્યું હતું કે “પહેલગામ હુમલામાં 26 માતાઓ અને બહેનોના સિંદૂર લૂછી નાખવામાં આવ્યા હતા, તેમનો ગુસ્સો હજી શાંત થયો નથી. આતંકવાદી પાકિસ્તાનને તોડવા માટે શરૂ કરાયેલ ઑપરેશન સિંદૂર હજી પૂરો થયો નથી. છતાં, અબુ ધાબીમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ રમાઈ રહી છે. 14 સપ્ટેમ્બરે, ભાજપના મંત્રીઓના બાળકો ચોક્કસપણે તે જોવા જશે. આ સીધો રાજદ્રોહ છે.”

