ગડચિરોલીમાં પોલીસ-એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીને ઠાર મારવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
ગડચિરોલીમાં પોલીસ-એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીને ઠાર મારવામાં આવી હતી. જંગલ વિસ્તારમાં ગટ્ટા નામની લોકલ ઑર્ગેનાઇઝેશન સ્ક્વૉડ મોટા પાયે કોઈ હરકત કરવાની માહિતી મળતાં નક્સલવિરોધી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને નક્સલવાદીઓએ એકબીજાની સામે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. છેવટે પોલીસે બે મહિલાને એન્કાઉન્ટર દરમ્યાન ઠાર મારી હતી. બાકીના નક્સલવાદીઓ ગાઢ જંગલમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે ઑપરેશન દરમ્યાન ઑટોમેટિક AK-૪૭ રાઇફલ અને પિસ્તોલ સહિતનો સમાન જપ્ત કર્યો હતો.

