Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ક્યુટ પપી બન્યું બ્લિન્કઇટના ડિલિવરી બૉય્ઝનું ફ્રેન્ડ ફૉરેવર

ક્યુટ પપી બન્યું બ્લિન્કઇટના ડિલિવરી બૉય્ઝનું ફ્રેન્ડ ફૉરેવર

Published : 15 October, 2026 08:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકસ્માતમાં જખમી થયેલા પપીને ડિલિવરી પાર્ટનરે બચાવ્યું અને ત્યાર પછી એ બની ગયું તેમના ડિલિવરી બૅન્ડનું સભ્ય

ડિલિવરી પહોંચાડવા ડિલિવરી પાર્ટનર સાથે ભમતું રેસ્ક્યુ કરાયેલું પપી.

ડિલિવરી પહોંચાડવા ડિલિવરી પાર્ટનર સાથે ભમતું રેસ્ક્યુ કરાયેલું પપી.


માનવતા હજી પણ જીવંત છે એનું ઉદાહરણ આપતી અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે માનવતા પ્રત્યે અને ખાસ કરીને લોકો અને પ્રાણીઓ વચ્ચેના નિ:સ્વાર્થ સંબંધ પ્રત્યે વિશ્વાસ ફરી જાગે છે. આવી જ એક ઘટના મુંબઈમાં સામે આવી છે જેમાં બ્લિન્કઇટ કંપનીના ડિલિવરી પાર્ટનરે અકસ્માતમાં જખમી થયેલા એક પપીને બચાવ્યું અને એની સારવાર કરાવી તથા દેખરેખ કરી ત્યાર પછી એ તેમની ટીમનું સભ્ય બની ગયું હતું. 
મુંબઈમાં એક ગાડીના ટાયર નીચે કચડાઈ જવાને કારણે જખમી થયેલા એક પપીને બ્લિન્કઇટના ડિલિવરી પાર્ટનર દ્વારા ઉગારવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેમના નજીકના વેરહાઉસમાં જઈને એની સારવાર તથા દેખરેખ કરવામાં આવી. જોકે ત્યાર પછી એ બધા જ ડિલિવરી પાર્ટનરને પપી સાથે માયા બંધાઈ ગઈ અને આજે એ ડિલિવરી પાર્ટનર સાથે બાઇક પર બેસીને બધાને ડિલિવરી પહોંચાડવા જાય છે. 
આખી ઘટનાની જાણકારી રોશન મ્હાત્રે નામના યુઝરે સોશ્યલ મીડિયા પર આપી હતી. પોતાની પોસ્ટમાં રોશને જણાવ્યું હતું કે ‘મારો ઑર્ડર ૧૫ મિનિટ પછી મારી પાસે આવ્યો ત્યારે હું ડિલિવરી પાર્ટનર સાથે એક પપીને જોઈને ચોંકી ગયો હતો. ત્યાર પછી એ પપી તેમની સાથે કેમ છે એ વિશે પૂછપરછ કરતાં તેમણે મને આખી વાત જણાવી હતી. જખમી થયા બાદ હવે આ પપી એકદમ સ્વસ્થ છે અને તેમના વેરહાઉસમાં જ રહે છે તથા ડિલિવરી પાર્ટનરને કંપની આપીને તેમની સાથે ડિલિવરી માટે પણ જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 08:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK