Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મગજનો દરદી હોવા છતાં મતદાન કરીને રાષ્ટ્રપ્રેમ નિભાવ્યો ઘાટકોપરના મીત વેદે

મગજનો દરદી હોવા છતાં મતદાન કરીને રાષ્ટ્રપ્રેમ નિભાવ્યો ઘાટકોપરના મીત વેદે

Published : 16 January, 2026 07:29 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મીત નાનપણથી મગજનો દરદી છે. એને લીધે તે ભણ્યો પણ નથી. જોકે તેને મતાધિકાર મળ્યો ત્યારથી હું અને તેના પપ્પા તેને રાષ્ટ્રપ્રેમ નિભાવવા માટે મતદાન કરવા લઈ જઈએ છીએ

મતદાન કરવા જઈ રહેલો મીત વેદ.

મતદાન કરવા જઈ રહેલો મીત વેદ.


ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનમાં આવેલા પ્રેમકુંજના ૩૨ વર્ષના મગજના દરદી મીત વેદે ગઈ કાલે પૂરા ઉત્સાહ સાથે મતદાન કરીને રાષ્ટ્રપ્રેમ નિભાવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં મીતનાં મમ્મી દીના વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીત નાનપણથી મગજનો દરદી છે. એને લીધે તે ભણ્યો પણ નથી. જોકે તેને મતાધિકાર મળ્યો ત્યારથી હું અને તેના પપ્પા તેને રાષ્ટ્રપ્રેમ નિભાવવા માટે મતદાન કરવા લઈ જઈએ છીએ. પહેલાં તો મતદાનમથક અમારા ઘરની નજીક હતું એટલે અમે તેને વ્હીલચૅરમાં લઈ જઈને મતદાન કરાવતા હતા. જોકે ગઈ કાલે અમારા ઘરથી મતદાનમથક અંદાજે ૭૦૦ મીટર દૂર હતું. ફાતિમા સ્કૂલમાં અમારે મતદાન આપવા જવાનું હતું, પણ અમે હાર્યા નહોતા. એમાં સવારે ઊઠતાં જ મીતે અમારી વાતો સાંભળીને અમને મતદાન કરવા લઈ જવા માટે ઉત્સાહ બતાવ્યો હતો. બસ, પછી તો અમારામાં પણ જોશ આવી ગયો હતો. અમે વ્હીલચૅર લઈને મતદાનમથક જવા નીકળ્યા હતા. એ જ સમયે અમારી સોસાયટીના સામાજિક કાર્યકર પીયૂષ દાસ અમને મળી ગયા હતા. તેમણે તરત જ અમને રિક્ષાની વ્યવસ્થા કરાવી આપી હતી અને મતદાનમથકે પહોંચાડ્યા હતા.’

જોકે અમારી પરીક્ષા હજી બાકી હતી, ત્યાં ગયા પછી ચૂંટણી-અધિકારીઓના કર્મચારીઓ અમને સહકાર આપવા તૈયાર નહોતા એમ જણાવીને દીના વેદે કહ્યું હતું કે ‘મીત માટે મારી સહાય વગર મતદાન કરવું અશક્ય હતું. એ માટે કર્મચારીઓ તૈયાર નહોતા. આખરે લાંબી દલીલો પછી તેઓ પીગળ્યા હતા. તેમણે મને મીતને હેલ્પ કરવાની છૂટ આપી હતી અને મીતે રાષ્ટ્રહિમાં મતદાન કરીને ખુશી મેળવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2026 07:29 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK