Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને પ્લાસ્ટિકમુક્ત કરવા BMC ફરી મેદાનમાં

મુંબઈને પ્લાસ્ટિકમુક્ત કરવા BMC ફરી મેદાનમાં

Published : 06 March, 2026 07:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુકાનદોરોને થશે ૫૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ફરી એક વખત પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. BMCની દરેક વૉર્ડ-ઑફિસમાં ફ્લાઇંગ સ્ક્વૉડ નીમવામાં આવી છે જેની ટીમ માર્કેટમાં અને દુકાનદારોને ત્યાં જઈને અચાનક તપાસ કરશે અને જે વેપારીઓ કે દુકાનદારો દોષી જણાશે તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

પ્લાસ્ટિકની થેલીઓ વાપરનારા દુકાનદારોને કોઈ પણ પ્રકારની રાહત ન આપતાં તેમની સામે પોલીસકેસ કરવામાં આવશે. એ જ રીતે ફુટપાથ અને રસ્તા પર બેસનારા ફેરિયાઓ સામે પણ આ જ રીતની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનદાર કે ફેરિયા પાસે પ્લાસ્ટિકની કેટલી થેલીઓ મળી આવે છે એ પ્રમાણે તેની પાસેથી ૫૦૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. એ પછી પણ જો તેઓ પ્લાસ્ટિકની થેલીઓ વાપરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 



ખાસ કરીને નાળામાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓ ફેંકાયેલી મળી આવે છે જેને કારણે નાળાના પાણીનો પ્રવાહ અટકી જાય છે. મુંબઈગરાઓને પ્લાસ્ટિકની થેલીઓ, બૉટલો, થર્મોકોલ જેવો કચરો નાળામાં ન નાખવા વારંવાર સૂચના અપવામાં આવે છે, પણ મુંબઈગરાઓ દ્વારા એનું યોગ્ય રીતે પાલન થતું નથી. એથી પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઓછો કરવા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું BMCના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.


નાગરિકોને પણ પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા આહ્‍વાન કરવામાં આવે છે, પણ તેઓ એને ગણકારતા નથી એટલે હવે નાગરિકો પર પણ કાર્યવાહી કરવાનું BMC વિચારી રહી છે. પહેલી વાર પકડાયેલા નાગરિકને સમજ આપવામાં આવશે, પણ એ જ નાગરિક ફરી પ્લાસ્ટિકની થેલી વાપરતાં પકડાશે તો તેના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

કેવી હશે દંડાત્મક કાર્યવાહી? 


પહેલી વાર ગુનો - ૫૦૦૦ રૂપિયા દંડ
બીજી વાર ગુનો – ૧૦,૦૦૦ રૂપિયા દંડ
ત્રીજા વાર ગુનો – ૨૫,૦૦૦ રૂપિયા દંડ
જો દંડની રકમ ન ભરે તો કાયદાકીય કાર્યવાહી

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK