Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે BMCના મેયરપદના અનામતની લૉટરી કઢાશે

આજે BMCના મેયરપદના અનામતની લૉટરી કઢાશે

Published : 22 January, 2026 07:34 AM | Modified : 22 January, 2026 10:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેના (UBT)ના નવા ચૂંટાઈ આવેલા નગરસેવકોએ ગઈ કાલે કોકણભવન જઈને તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મેયરની કૅટેગરીની લૉટરી કાઢવામાં આવશે. છેલ્લે ૨૦૧૭માં થયેલી BMCની ચૂંટણીઓ બાદ એ વખતની શિવસેના અનડિવાઇડેડના નગરસેવક વિશ્વનાથ માહાડેશ્વર જનરલ કૅટેગરીના અને એ પછી શિવસેનાનાં નગરસેવિકા કિશોરી પેડણેકર જનરલ મહિલા કૅટેગરી હેઠળ મેયર બન્યાં હતાં. પાંચ વર્ષની BMCની ટર્મમાં દર અઢી વર્ષે મેયર બદલાય છે.

કૉર્પોરેશનના છેલ્લા મેયર જે અનામત કૅટેગરીના હોય એ કૅટેગરીને બાજુએ રાખીને બાકીની કૅટેગરીની ચિઠ્ઠી તૈયાર કરવામાં આવશે. ઓપન કૅટેગરી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ; એ ઉપરાંત દરેક કૅટેગરીમાં મહિલા કૅટેગરીની પણ ચિઠ્ઠી હશે. આ બધી ચિઠ્ઠીઓ ટ્રાન્સ્પરન્ટ બૉક્સમાં નાખીને એમાંથી એક-એક ચિઠ્ઠી બહાર કાઢી અનામત જાહેર કરવામાં આવશે.



શિવસેનાના નગરસેવકોએ કોકણભવન જઈને રજિસ્ટ્રેશન કરાવ્યું 
શિવસેના (UBT)ના નવા ચૂંટાઈ આવેલા નગરસેવકોએ ગઈ કાલે કોકણભવન જઈને તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પાર્ટી તરફથી તેમના માટે દાદરના શિવસેનાભવનથી લકઝરી બસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથે લાસ્ટ ટાઇમનાં મેયર કિશોરી પેડણકર પણ હતાં, તેમણે નગરસેવકોને શુભેચ્છા આપી હતી.


૧૯૯૮થી ૨૦૨૦ સુધી કોણ-કોણ કઈ કૅટેગરીમાં મેયર બન્યું હતું  

વર્ષ    નામ    કૅટેગરી
૧૯૯૮    નંદુ સાટમ    OBC
૧૯૯૯    હરેશ્વર પાટીલ    જનરલ
૨૦૦૨    મહાદેવ દેવાળે    SC
૨૦૦૪    દત્તા દળવી    જનરલ
૨૦૦૭    ડૉ. શુભા રાઉળ    OBC-મહિલા
૨૦૦૯    શ્રદ્ધા જાધવ    જનરલ-મહિલા
૨૦૧૨    સુનીલ પ્રભુ    જનરલ
૨૦૧૪    સ્નેહલ આંબેકર    SC-મહિલા
૨૦૧૭    વિશ્વનાથ મહાડેશ્વર    જનરલ
૨૦૨૦    કિશોરી પેડણેકર    જનરલ-મહિલા


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK