Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઇરન વાગશે પણ ગભરાતા નહીં, આ તો માત્ર ટેસ્ટિંગ છે

સાઇરન વાગશે પણ ગભરાતા નહીં, આ તો માત્ર ટેસ્ટિંગ છે

Published : 08 October, 2026 08:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMC આઠમી અને નવમી ઑક્ટોબરે સાઉથ મુંબઈમાં કરશે સાઇરનનું ટેસ્ટિંગ

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


કટોકટીના સમયે લોકોને અલર્ટ કરવા મુંબઈમાં બેસાડવામાં આવેલી કેટલી સાઇરન કાર્યરત છે એ ચેક કરવા સાઇરન સિસ્ટમ ટેસ્ટ કરવામાં આવશે. સાઉથ મુંબઈમાં ૮ અને ૯ ઑક્ટોબરે આ ટેસ્ટ કરવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સાઉથ મુંબઈમાં હાથ ધરવામાં આવનારી આ ટેસ્ટને પગલે નાગરિકોને ભયભીત ન થવાનું જણાવવામાં આવ્યું છે. 
જૂના સચિવાલયના બિલ્ડિંગમાં તથા ક્રૉસ મેદાન નજીક આવેલી સિવિલ ડિફેન્સ કૉલેજમાં બેસાડવામાં આવેલી આ સાઇરનનું ટેસ્ટિંગ કરવામાં આવશે એમ જણાવતાં જ્યારે ૮ અને ૯ ઑક્ટોબરે એનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે નાગરિકોને ન ગભરાવાની અપીલ BMC દ્વારા કરવામાં આવી છે. 
આ કોઈ ઇમર્જન્સી માટેની સાઇરન નથી અને ફક્ત ટેસ્ટિંગ છે. દિલ્હીમાં સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ (C-DOT) દ્વારા વિકસાવવામાં આવેલી આ સાઇરન સિસ્ટમનું ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK