Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિહિર શાહ સામે હત્યાનો ગુનો નોંધો

મિહિર શાહ સામે હત્યાનો ગુનો નોંધો

Published : 18 January, 2025 03:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરલીના હિટ ઍન્ડ રન કેસમાં જીવ ગુમાવનારી મહિલાના પતિની હાઈ કોર્ટમાં અરજી

મિહિર શાહ

મિહિર શાહ


ગયા વર્ષે જૂનમાં મિહિર શાહે વરલીમાં બેફામ કાર દોડાવી સ્કૂટર પર જઈ રહેલા નાખવા દંપતીને અડફેટમાં લીધું હતું. એમાંનાં કાવેરી નાખવાને તે કારની સાથે દૂર સુધી ઢસડી ગયો હતો જેમાં તેમનું મોત થયું હતું. એ કેસમાં કાવેરીના પતિ પ્રદીપ નાખવાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે કે મિહિર શાહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. બૉમ્બે હાઈ કોર્ટે આ અરજીની દખલ લઈ પોલીસને આદેશ કર્યો છે કે તેઓ આ બાબતે પોતાનો જવાબ નોંધાવે.  


કાવેરીના પતિ પ્રદીપ નાખવાએ અરજીમાં કહ્યું હતું કે ‘મિહિરે અમને અડફેટે લીધા બાદ કાર રોકવી જોઈતી હતી અને મારી ઘાયલ પત્નીને હૉસ્પિટલ લઈ જવી જોઈતી હતી. એને બદલે તેને ખબર હતી કે કારની આગળ મહિલા ફસાઈ છે તો પણ તે બે કિલોમીટર સુધી કાર દોડાવતો રહીને મારી પત્નીને ઢસડતો રહ્યો જેને કારણે તેનું મૃત્યુ થયું. એટલે મિહિર પર ખૂનનો ખટલો ચલાવવામાં આવે. આ સંદર્ભે મેં પહેલાં પોલીસનો સંપર્ક કરીને રજૂઆત કરી હતી, પણ પોલીસે કોઈ પ્રતિસાદ નહોતો આપ્યો એટલે મેં કોર્ટને અરજી કરી છે.’



બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે–ડેરે અને જસ્ટિસ નીલા ગોખલેએ પ્રદીપ નાખવાની અરજી દાખલ કરીને પોલીસને નોટિસ મોકલી છે અને પ્રદીપ નાખવાએ કરેલી માગણી બદલ તેમની શું ભૂમિકા છે એ સ્પષ્ટ કરવાનું કહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2025 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK