Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ઉનાળા જેવો તાપ, બોર્ડ-એક્ઝામના વિદ્યાર્થીઓ પણ અકળાયા

મુંબઈમાં ઉનાળા જેવો તાપ, બોર્ડ-એક્ઝામના વિદ્યાર્થીઓ પણ અકળાયા

Published : 24 February, 2026 09:15 AM | Modified : 24 February, 2026 11:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મરાઠવાડા અને વિદર્ભમાં કમોસમી વરસાદમાં ફળ અને ફૂલની ખેતીની નુકસાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની સવાર ગાઢ ધુમ્મસ સાથે થાય છે, બપોર થતાં ઉનાળા જેવી ગરમી અનુભવાય છે અને સાંજે પ્રદૂષણ માઝા મૂકે છે. જોકે ફેબ્રુઆરી મહિનો મુંબઈગરા માટે મિક્સ સીઝનનો રહ્યો છે. ગયા સપ્તાહના અંતમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને પાર કરી જતાં ફેબ્રુઆરી મહિનાના સૌથી ગરમ દિવસનો અનુભવ થયો હતો.

પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ડેટા મુજબ બાંદરા, સાંતાક્રુઝ અને વરલી જેવા વિસ્તારોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) મધ્યમથી ઉપર જ રહે છે, પણ સારી વાત એ છે કે બાકીના વિસ્તારોમાં AQI નબળી કક્ષાથી સુધરીને મધ્યમ રેન્જમાં પહોંચ્યો છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ગરમીનો પારો યથાવત્ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૩થી ૩૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રીની આસપાસ રહેશે.



અરેબિયન સીમાં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભમાં ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો અને વર્ધામાં બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે ફળ અને ફૂલની ખેતીને વધુ નુકસાન પહોંચ્યું હતું.


ગરમી અને પ્રદૂષણને કારણે અત્યારે સૌથી વધારે બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે. બારમીની સ્ટુડન્ટ વિધિ સુરેલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દહિસરમાં રહું છું અને મારું એક્ઝામ સેન્ટર જુહુમાં છે એટલે ટ્રાફિકથી બચવા મારા પપ્પા ટૂ-વ્હીલર પર મૂકવા આવે છે. મને પહેલેથી જ સાઇનસની સમસ્યા છે એટલે ધૂળ અને પ્રદૂષણને લીધે સેન્ટર પર પહોંચતાં પહેલાં જ શ્વાસની તકલીફ થાય છે, પણ એક્ઝામ આપીને હું ટ્રેનમાં જ પાછી આવું છું એટલે પૉલ્યુશનથી બચી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK