Bomb threat to Tata Memorial Hospital: અધિકારીઓ હાલમાં ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે અને તે IP એડ્રેસનો શોધવા માટે કામ કરી રહ્યા છે જેમાંથી આ ધમકી આપવામાં આવી હતી. સાયબર ક્રાઈમ નિષ્ણાતો તપાસમાં જોડાયા છે, અને ધમકી સાચી છે તેની પણ તપાસ શરૂ.
ટાટા મેમોરિયલ હૉસ્પિટલ 9 ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈના પરેલ સ્થિત એક અગ્રણી કૅન્સર સારવાર કેન્દ્ર, ટાટા મેમોરિયલ હૉસ્પિટલ (TMH) ને શુક્રવારે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેનાથી ભારત અને પાકિસ્તાન (Bomb threat to Tata Memorial Hospital) વચ્ચે વધતા તણાવ વચ્ચે ગંભીર ચિંતાઓ ઉભી થઈ રહી છે. આ ઘટનાને કારણે હૉસ્પિટલ ખાતે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડ યુનિટને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રારંભિક અહેવાલો અનુસાર, શુક્રવારે વહેલી સવારે ટાટા મેમોરિયલ હૉસ્પિટલને (Bomb threat to Tata Memorial Hospital) ધમકીભર્યો ઈમેલ મળી આવ્યો હતો, જેના કારણે કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી તાત્કાલિક પ્રતિક્રિયા મળી આવી હતી. દરરોજ હજારો કેન્સરના દર્દીઓની સારવાર કરતી આ હોસ્પિટલે હૉસ્પિટલના સુરક્ષિત વિસ્તારોમાં દર્દીઓને સાવચેતીપૂર્વક સ્થળાંતર કરવા સહિત કટોકટી પ્રોટોકોલ શરૂ કર્યા છે.
ADVERTISEMENT
બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વૉડ સહિત મુંબઈ પોલીસની (Bomb threat to Tata Memorial Hospital) મોટી ટીમ હૉસ્પિટલ પરિસરમાં તહેનાત કરવામાં આવી છે. અધિકારીઓ હાલમાં ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે અને તે IP એડ્રેસનો શોધવા માટે કામ કરી રહ્યા છે જેમાંથી આ ધમકી આપવામાં આવી હતી. સાયબર ક્રાઈમ નિષ્ણાતો તપાસમાં જોડાયા છે, અને ધમકી વિશ્વસનીય છે કે છેતરપિંડીનો ભાગ છે તે નક્કી કરવા માટે પ્રયાસો ચાલુ છે.
દર્દીઓ, તબીબી કર્મચારીઓ અને મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે, હૉસ્પિટલ પરિસરમાં મૉક ડ્રીલ (Bomb threat to Tata Memorial Hospital) અને સંકલિત સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસે સાવચેતીના પગલા તરીકે આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.
સાવચેતી તરીકે સિદ્ધિવિનાયક મંદિરે નારિયેળ અને પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો
પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરે (Bomb threat to Tata Memorial Hospital) રવિવારથી તેના પરિસરમાં નારિયેળ અને પ્રસાદ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ભગવાન ગણેશને સમર્પિત મુંબઈના સૌથી વધુ મુલાકાતી મંદિરોમાંના એક તરીકે, સુરક્ષા કારણોસર આ પગલું અમલમાં મૂકવામાં આવ્યું છે, કારણ કે નારિયેળમાં વિસ્ફૉટકો છુપાવી શકાય છે. મંદિર ટ્રસ્ટના ચૅરમૅન અને ભૂતપૂર્વ ધારાસભ્ય સદા સર્વાંકરે જણાવ્યું હતું કે "સુરક્ષાની દ્રષ્ટિએ નારિયેળ એક દુઃસ્વપ્ન છે. દરેક નારિયેળની તપાસ કરવામાં સમય લાગે છે. મીઠાઈઓ યાત્રાળુઓ પર ઝેરી હુમલાનું જોખમ રાખે છે." તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મંદિરની બહારના વિક્રેતાઓને નવો સ્ટોક ખરીદવાનું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને તેમની પાસે જે છે તે વેચવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.

