Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંજુરમાર્ગના પ્લૉટ પર મેટ્રો 6ના કારશેડ માટે માર્ગ મોકળો

કાંજુરમાર્ગના પ્લૉટ પર મેટ્રો 6ના કારશેડ માટે માર્ગ મોકળો

Published : 14 February, 2026 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફૉર્ડેબલ હાઉસિંગ માટે રખાયેલા ૧૫ હેક્ટરના પ્લૉટને કારશેડ માટે વાપરવાનો વિવાદ ઉકેલાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારને મોટી રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે સ્વામી સમર્થનગર-વિક્રોલી વચ્ચે દોડનારી મેટ્રો 6ના કારશેડ માટે કાંજુરમાર્ગ ખાતે ૧૫ હેક્ટરના પ્લૉટના ઉપયોગને પડકારતી અરજી ફગાવી દીધી છે.

મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે અગાઉના વચગાળાના આદેશને પણ રદ કર્યો હતો જેમાં અધિકારીઓને જમીન પર સ્ટેટસ ક્વો એટલે કે યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર બાદ પ્રોજેક્ટ માટેનું મુખ્ય વિઘ્ન દૂર થયું છે.



કાંજુરમાર્ગ જમીન અંગેના વિવાદમાં અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને સામેલ હતી. કેન્દ્રએ મેટ્રો 6 કારશેડ માટે જમીન ફાળવવાના રાજ્યના નિર્ણયને પડકાર્યો હતો. જોકે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તા સંભાળ્યા પછી કેન્દ્ર સરકારે સમાધાન કરીને એની અરજી પાછી ખેંચી લીધી હતી.


આમ છતાં પ્રાઇવેટ ડેવલપર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અલગ અરજીને કારણે મામલો હાઈ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહ્યો હતો.

સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી હતી કે કેન્દ્રએ એને ૧૫ હેક્ટરનો પ્લૉટ પહેલેથી જ ઉપલબ્ધ કરાવી દીધો છે. જમીન ખરેખર તો અફૉર્ડેબલ હાઉસિંગ માટે રાખવામાં આવી હતી, પરંતુ રાજ્યએ મેટ્રો 6 કારશેડ માટે એનો ઉપયોગ કરવાની પરવાનગી માગી હતી જેને પ્રાઇવેટ ડેવલપરે પડકારી હતી. હાઈ કોર્ટે હવે એ અરજી ફગાવી દીધી અને વચગાળાનો આદેશ રદ કર્યો છે.


આ ચુકાદાથી મહત્ત્વપૂર્ણ ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કૉરિડોરના કામને વેગ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK