Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીની સોસાયટીના પાંચ હોદ્દેદારો પાંચ વર્ષ માટે ગેરલાયક

બોરીવલીની સોસાયટીના પાંચ હોદ્દેદારો પાંચ વર્ષ માટે ગેરલાયક

Published : 19 October, 2026 10:38 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઑડિટની ખામીઓ અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા સનરાઇઝ વ્યુ સોસાયટી સામે કાર્યવાહી

સનરાઇઝ વ્યુ સોસાયટી.

સનરાઇઝ વ્યુ સોસાયટી.


બોરીવલી-વેસ્ટની સનરાઇઝ વ્યુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની મૅનેજિંગ કમિટીના પાંચ સભ્યોને મહારાષ્ટ્ર સહકારી સંસ્થા અધિનિયમ 1960ની કલમ 75(5) હેઠળ ઑડિટની ખામીઓ અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. 

આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી વારંવારની ફરિયાદો પછી R-નૉર્થ વિભાગના સહકારી સંસ્થાના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ 1960ની કલમ 89A હેઠળ સહકારી મંડળીઓના આર-નૉર્થ વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કલમ 75નું પાલન ન કરવા સહિતની અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. સોસાયટી દ્વારા ઑડિટમાં દર્શાવવામાં આવેલી ખામીઓ સુધારવા વિશેના અહેવાલો (ઑડિટ રેક્ટિફિકેશન રિપોર્ટ્સ) રજૂ ન કરવા અને ઑડિટ સંબંધિત અન્ય જરૂરી નિયમોનું પાલન ન કરવા જેવી ગંભીર ક્ષતિઓની નોંધ લઈને ડેપ્યુટી રજિસ્ટ્રારે કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. રાજારામ ધોંડકરે ૧૭ ઑક્ટોબરે આપેલા આદેશમાં સોસાયટીની વિવિધ વર્ષોની વ્યવસ્થાપક સમિતિઓની કામગીરી વિશે નોંધ લેવામાં આવી છે. એમાં ૨૦૧૯-’૨૦, ૨૦૨૦-’૨૧, ૨૦૨૧-’૨૨, ૨૦૨૩-’૨૪ અને ૨૦૨૪-’૨૫ના સમયગાળાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સહકારી સંસ્થા અધિનિયમની કલમ 75 (2), 75 (3), 75 (2-A) અને 75 (4) હેઠળની જોગવાઈઓનું પાલન કરવામાં એ સમયની કમિટી કસૂરવાર થઈ હોવાનું આદેશમાં નોંધાયું છે.’



આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં રહેવાસીઓએ કહ્યું હતું કે સોસાયટી તરફથી રજૂ કરાયેલા ખુલાસાથી ડેપ્યુટી રજિસ્ટ્રાર સંતુષ્ટ ન થતાં સંબંધિત હોદ્દેદારોની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.


અગાઉ પણ વિવાદોમાં આવી હતી સોસાયટી

સનરાઇઝ વ્યુ સોસાયટી અગાઉ પણ અનેક આક્ષેપોને કારણે ચર્ચામાં આવી હતી એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા દરમ્યાન એક વરિષ્ઠ નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ ઉપરાંત મહત્તમ ૨૫,૦૦૦ રૂપિયાની ટ્રાન્સફર-ફી સામે બે લાખ રૂપિયાની ફી માગવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સોસાયટીના એક મરાઠી ડૉક્ટર-સભ્યનું નામ મતદારયાદીમાંથી ગેરકાયદે દૂર કરવાનો બહુમતી સભ્યો દ્વારા પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ પણ અગાઉ સામે આવ્યો હતો.`


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 10:38 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK