મધ્ય પ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વમાંથી ૩૬ મહિનાના એક વાઘને અહીં લાવવામાં આવ્યો છે
વાઘ
બુલઢાણાના જ્ઞાનગંગા અભયારણ્યમાં ૪ વર્ષ પછી ફરી વાઘ જોવા મળી શકશે. આ સમાચારથી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે-સાથે વન્ય-પ્રવાસીઓમાં પણ આનંદ ફેલાયો છે. મધ્ય પ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વમાંથી ૩૬ મહિનાના એક વાઘને અહીં લાવવામાં આવ્યો છે. આ વાઘનું નામ PKT7CP1 છે અને અત્યારે એને જંગલ વિસ્તારની અંદર જ સંરક્ષિત અને કન્ટ્રોલ્ડ શેલ્ટરમાં રાખવામાં આવ્યો છે. આ શેલ્ટરમાં ૧૦ દિવસ આરામ કર્યા પછી વાઘને અભયારણ્યમાં છોડી દેવામાં આવશે. લગભગ ૪ વર્ષ પહેલાં આ અભયારણ્યમાં રહેતો વાઘ અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્યારથી અહીં વાઘ જોવા મળ્યો નહોતો.


