Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NEET-UG કેસના માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણીના બીડમાં આવેલા ઘર પર ફર્યું બુલડોઝર

NEET-UG કેસના માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણીના બીડમાં આવેલા ઘર પર ફર્યું બુલડોઝર

Published : 02 June, 2026 10:09 AM | IST | Beed
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પૂછપરછ પૂરી થતાં આરોપીઓ ડૉક્ટર મનોજ શિરુરે, તેજસ શાહ અને મનીષા હવાલદારને જુડિશ્યલ કસ્ટડી ફટકારાઈ હતી.

આરોપી પી.વી. કુલકર્ણીના ૪ માળના બિલ્ડિંગને તોડી પડાયું હતું

આરોપી પી.વી. કુલકર્ણીના ૪ માળના બિલ્ડિંગને તોડી પડાયું હતું


નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રેજ્યુએટ (NEET-UG) પેપર-લીક કેસમાં પકડાયેલા માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણીના બીડમાં આવેલા ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. બીડમાં મ્યુનિસિપલ કૉર્પોરેશને પી.વી. કુલકર્ણીના બીડના શાહૂનગરના ૪ માળના બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવી બિલ્ડિંગના માલિક પોતે જ ગેરકાયદે હિસ્સો તોડી પાડે એ માટે મુદત અપાઈ હતી જે સોમવારે પૂરી થતાં મ્યુનિસિપલ કૉર્પોરેશને કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ સોમવારે દિલ્હીની રાઉઝ અૅવન્યુ કોર્ટે પેપર-લીક કેસના ત્રણ આરોપીઓને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી આપી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પૂછપરછ પૂરી થતાં આરોપીઓ ડૉક્ટર મનોજ શિરુરે, તેજસ શાહ અને મનીષા હવાલદારને જુડિશ્યલ કસ્ટડી ફટકારાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 10:09 AM IST | Beed | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK