મેયર અજીવ પાટીલે આ બાબતે દરમ્યાનગીરી કરી હતી અને બન્ને પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
બુલેટ ટ્રેનના આગળ વધેલા કામની ક્રેડિટ લેવાના મુદ્દે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની જનરલ બૉડી મીટિંગમાં સત્તાધારી બહુજન વિકાસ આઘાડી અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે જોરદાર હુંસાતુંસી જોવા મળી હતી.
BJPના નગરસેવકોએ આ સંદર્ભે ગૃહમાં જોરદાર નારાબાજી કરી હતી. એને જવાબ આપતાં બહુજન વિકાસ આઘાડીના નગરસેવકોએ પણ નારાબાજી ચાલુ કરતાં વાતાવરણ ખરડાઈ ગયું હતું. એ પછી બન્ને પક્ષના નગરસેવકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને એ પછી તેઓ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. આ ધમાલને લઈને સભાગૃહનું કામકાજ થોડા સમય માટે રોકી દેવું પડ્યું હતું. એ પછી મેયર અજીવ પાટીલે આ બાબતે દરમ્યાનગીરી કરી હતી અને બન્ને પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
