૪૫ વર્ષના મનોજ મોરેનું મૃત્યુ થયું હતું જ્યારે તેની ૪૨ વર્ષની પત્ની અર્પિતા અને ૧૬ વર્ષના દીકરા આરુષને ઈજા થઈ હતી
ઘટનાસ્થળ
થાણેના લોકમાન્યનગરમાં આવેલા કરુમદેવ બિલ્ડિંગના ૮૦૨ નંબરના ફ્લૅટમાં છતનું પ્લાસ્ટર તૂટી પડતાં ૪૫ વર્ષના મનોજ મોરેનું મૃત્યુ થયું હતું જ્યારે તેની ૪૨ વર્ષની પત્ની અર્પિતા અને ૧૬ વર્ષના દીકરા આરુષને ઈજા થઈ હતી. આ મામલે વર્તકનગર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. શુક્રવારે મોડી રાતે મોરે-પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે પ્લાસ્ટર ત્રણે જણ પર પડ્યું હતું જેમાં મનોજના પેટ પર પ્લાસ્ટરનો ઢગલો પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. મોરે-પરિવાર આ ફ્લૅટમાં ભાડા પર રહે છે. આ બિલ્ડિંગ ૧૬ વર્ષ જૂનું છે અને આ બિલ્ડિંગમાં આઠમો માળ પછીથી બાંધવામાં આવ્યો હોવાનું કહેવાય છે.


