Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ તો નવો જ ધંધો: ટૂ-વ્હીલર ચોરી કરીને ડિલિવરી-બૉય્‍ઝને રોજના ૧૦૦-૨૦૦ રૂપિયામાં ભાડે આપતો ચોર આખરે પકડાયો

આ તો નવો જ ધંધો: ટૂ-વ્હીલર ચોરી કરીને ડિલિવરી-બૉય્‍ઝને રોજના ૧૦૦-૨૦૦ રૂપિયામાં ભાડે આપતો ચોર આખરે પકડાયો

Published : 06 May, 2026 07:08 AM | IST | Mumbai
Samiullah Khan

ટૂ-વ્હીલર ચોરી કરીને ડિલિવરી-બૉય્‍ઝને રોજના ૧૦૦-૨૦૦ રૂપિયામાં ભાડે આપતો ચોર આખરે પકડાયો : છેલ્લાં બે વર્ષમાં નોંધાયેલા બાઇકચોરીના પાંચ કેસ આ ધરપકડથી ઉકેલાઈ ગયા

ચારકોપ પોલીસની કસ્ટડીમાં આરોપી મોહમ્મદ રઈસ શમ્સુલ્લા શાહ અને તેની પાસેથી જપ્ત કરવામાં આવેલાં પાંચ ટૂ-વ્હીલર.

ચારકોપ પોલીસની કસ્ટડીમાં આરોપી મોહમ્મદ રઈસ શમ્સુલ્લા શાહ અને તેની પાસેથી જપ્ત કરવામાં આવેલાં પાંચ ટૂ-વ્હીલર.


ચારકોપ પોલીસે કાંદિવલીમાં એક અસામાન્ય બાઇકચોરીના રૅકેટનો પર્દાફાશ કર્યો છે જ્યાં ચોરાયેલાં ટૂ-વ્હીલર વેચવામાં નહોતાં આવતાં પણ ડિલિવરી-એજન્ટોને ભાડે આપવામાં આવતાં હતાં. ૨૩ વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ચોરાયેલાં પાંચ ટૂ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં છે જેને કારણે છેલ્લાં બે વર્ષમાં નોંધાયેલા પાંચ કેસ ઉકેલાઈ ગયા છે.

ધરપકડ કરાયેલો મોહમ્મદ રઈસ શમસુલ્લા શાહ અંબુજવાડી, માલવણી મલાડ-વેસ્ટમાં રહે છે અને તેની પાસેથી પોલીસે પાંચ ચોરાયેલાં ટૂ-વ્હીલર જપ્ત કર્યાં છે જે બધાં ચારકોપ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસ સાથે સંકળાયેલાં છે.



કેસની વિગત આપતાં એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘મોહમ્મદ સામાન્ય પરિવારનો સભ્ય છે અને તે પિતાને લૉન્ડ્રીના વ્યવસાયમાં મદદ કરતો હતો, પણ તેને મોટરસાઇકલનો ભારે શોખ હતો, પણ એ તેને પરવડતું નહોતું.’  


ચોરાયેલાં વાહનોનો નિકાલ કરવાને બદલે આરોપી સ્કૂટી-બાઇકને પોતાના ઘર પાસે પાર્ક કરી રાખતો હતો અને એના પર બનાવટી નંબરપ્લેટ લગાવી દેતો હતો. ઑનલાઇન ફૂડ-ઑર્ડરિંગ અને ડિલિવરી-પ્લૅટફૉર્મ સાથે જોડાયેલા કર્મચારીઓને રોજના ૧૦૦-૨૦૦ રૂપિયાના ભાડે આપીને તે રેગ્યુલર કમાણી કરતો હતો. 

૩ મેએ નાઇટ-પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-ઑફિસરોએ ચારકોપના ભાબરેકરનગર નજીક બે છોકરાઓને શંકાસ્પદ રીતે સ્કૂટરને ધક્કો મારતા જોયા. તેમની પૂછપરછ કરતાં તેમણે દાવો કર્યો હતો કે સ્કૂટર તેમના મિત્રનું છે. એક તપાસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘સી-ટ્રેસ વેરિફિકેશન દ્વારા વાહનનો રજિસ્ટ્રેશન-નંબર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. શૅસિ-નંબર ચેક કરવાથી કન્ફર્મ થયું હતું કે તે અગાઉના કેસ સાથે કનેક્શન ધરાવતું ચોરાયેલું વ્હીકલ હતું.’


પોલીસે બન્ને પાસેથી મોહમ્મદ રઈસનો મોબાઇલ-નંબર મેળવ્યો અને તેને પોલીસ-સ્ટેશન બોલાવ્યો હતો. જ્યારે તે હાજર થવામાં નિષ્ફળ ગયો ત્યારે ઑફિસરોએ તેનું લોકેશન અંબુજવાડીમાં શોધી કાઢ્યું અને ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેને ઝડપી લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 07:08 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK