Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ICSE અને ISCનાં પરિણામ જાહેર

ICSE અને ISCનાં પરિણામ જાહેર

Published : 01 May, 2026 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેન્થમાં ૯૯.૮૧ ટકા અને ટ્વેલ્થમાં ૯૯.૧૩ ટકા સ્ટુડન્ટ્સ પાસ, છોકરીઓએ બાજી મારી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશભરમાં કાઉન્સિલ ફૉર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) દ્વારા લેવામાં આવેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ની દસમા ધોરણની અને ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC)ની બારમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ ગઈ કાલે જાહેર થયું હતું. દસમા ધોરણનું સરેરાશ રિઝલ્ટ ૯૯.૧૮ ટકા રહ્યું હતું, જ્યારે બારમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ ૯૯.૧૩ ટકા રહ્યું છે. આ બન્ને પરીક્ષાઓમાં દેશની છોકરીઓએ બાજી મારી છે. દેશમાં દસમા ધોરણ અને બારમા ધોરણની પરીક્ષામાં છોકરીઓનું પરિણામ અનુક્રમે ૯૯.૪૬ ટકા અને ૯૯.૪૮ ટકા રહ્યું છે.

દસમું ધોરણ



દેશભરમાંથી ૨,૫૮,૭૨૧ વિદ્યાર્થીઓએ ICSE (દસમા ધોરણ)ની પરીક્ષા આપી હતી. છોકરાઓની સંખ્યા ૧,૩૭,૫૦૩ હતી, જ્યારે છોકરીઓની સંખ્યા ૧,૨૧,૨૧૮ હતી. દસમા ધોરણની પરીક્ષા આપનારા આ વિદ્યાર્થીઓમાંથી ૨,૫૬,૫૯૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓની સંખ્યા ૧,૩૬,૦૩૨(૯૮.૯૩ ટકા) હતી, જ્યારે છોકરીઓની સંખ્યા ૧,૨૦,૫૫૮ (૯૯.૪૬ ટકા) હતી. પરિણામની ટકાવારી ૯૯.૧૮ રહી છે.


બારણું ધોરણ

દેશભરમાંથી ૧,૦૩,૩૧૬ વિદ્યાર્થીઓએ બારમા ધોરણની પરીક્ષા આપી હતી. છોકરાઓની સંખ્યા ૫૪,૧૧૮ હતી, જ્યારે છોકરીઓની સંખ્યા ૪૯,૧૯૮હતી. બારમા ધોરણની પરીક્ષામાંથી ૧,૦૨,૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થનારા છોકરાઓની સંખ્યા ૫૩,૪૭૨ (૯૮.૮૧ ટકા) હતી, જ્યારે પાસ થનારી છોકરીઓની સંખ્યા ૪૮,૯૪૨ (૯૯.૪૮ ટકા) હતી. આમ બારમા ધોરણના પરિણામની ટકાવારી ૯૯.૧૩ છે.


મહારાષ્ટ્રનું પરિણામ ૯૯ ટકાથી વધુ

મહારાષ્ટ્રમાંથી ૩૦,૩૯૩ વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી. એમાં છોકરાઓની સંખ્યા ૧૬,૧૮૧ અને છોકરીઓની સંખ્યા ૧૪,૨૧૨ હતી અને એમાંથી ૩૦,૩૭૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ ઉપરાંત ISCની પરીક્ષા આપનારા ૪૦૬૧ વિદ્યાર્થીઓમાંથી ૪૦૫૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી ૯૯.૯૫ ટકા છે, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી ૯૯.૭૯ ટકા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK