Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CNGના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો, મુંબઈમાં હવે ભાવ ૮૪ રૂપિયા

CNGના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો, મુંબઈમાં હવે ભાવ ૮૪ રૂપિયા

Published : 27 May, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિક્ષા-ટૅક્સીનું ભાડું વધારવાની માગણી ફરી જોર પકડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે વધારો કર્યા બાદ ગઈ કાલે કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મુંબઈમાં CNG ૮૪ રૂપિયા પ્રતિ કિલો મળશે. એક જ મહિનામાં CNGના ભાવમાં આ બીજી વાર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પ્રદૂષણ ઓછું થાય એ માટે બધી જ રિક્ષા અને ટૅક્સી માટે વર્ષોથી CNG ફરજિયાત છે. એ સિવાય અનેક મુંબઈગરા પણ તેમની પ્રાઇવેટ કાર અને વાહનોમાં CNG વાપરે છે. વળી CNG પેટ્રોલ અને ડીઝલની તુલનાએ સસ્તો મળતો હોવાથી અનેક ટ્રાન્સપોર્ટર્સ પણ હવે CNGનાં વાહનો ગુડ્સ કૅરિયર તરીકે વાપરે છે. રિક્ષા, ટૅક્સી અને ગુડ્સ ટ્રાન્સપોર્ટનાં વાહનો આખો દિવસ સતત ચાલતાં રહેતાં હોવાથી એમની રોજની CNGની ખપત વધુ હોય છે. એથી એમને CNGના ભાવની અસર વધુ થતી હોય છે. મુંબઈના રિક્ષા અને ટૅક્સી યુનિયને ઑલરેડી તેમનાં ભાડાંમાં વધારો કરવામાં આવે એવી માગણી ટ્રાન્સપોર્ટ વિભાગને કરી છે. રિક્ષાનું મિનિમમ ભાડું ૨૬ રૂપિયાથી વધારીને ૩૦ રૂપિયા અને ટૅક્સીનું મિનિમમ ભાડું ૩૧ રૂપિયાથી વધારીને ૩૫ રૂપિયા કરવાની તેમણે રજૂઆત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK