Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શૅરબજાર અને જિયો પ્લૅટફૉર્મ્સના IPOમાં રોકાણના નામે ચેમ્બુરના અધિકારી સાથે જબરો સાઇબર ફ્રોડ

શૅરબજાર અને જિયો પ્લૅટફૉર્મ્સના IPOમાં રોકાણના નામે ચેમ્બુરના અધિકારી સાથે જબરો સાઇબર ફ્રોડ

Published : 19 November, 2026 09:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇબર ભેજાબાજોએ બોગસ ટ્રેડિંગ ઍપ્લિકેશનના માધ્યમથી બે કરોડ રૂપિયાનો પ્રૉફિટ બતાવીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ સમયાંતરે પૈસા પડાવી લીધા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચેમ્બુર વિસ્તારમાં રહેતા અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) કંપનીમાં નોકરી કરતા ૫૯ વર્ષના સિનિયર અધિકારીને શૅરબજાર અને જિયો પ્લૅટફૉર્મ્સના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)માં વધુ નફાની લાલચ આપીને ૧,૦૦,૪૨,૫૦૦ રૂપિયા સાઇબર ગઠિયાઓએ પડાવી લીધા છે. આ મામલે સોમવારે સિનિયર અધિકારીએ ઈસ્ટર્ન સબર્બ્સ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ભેજાબાજોએ બોગસ ટ્રેડિંગ ઍપ્લિકેશનના માધ્યમથી બે કરોડ રૂપિયાનો પ્રૉફિટ બતાવીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ સમયાંતરે પૈસા પડાવી લીધા હતા.

શું હતો ઘટનાક્રમ?



ચેમ્બુરના BPCL કૉલોનીમાં રહેતા સિનિયર અધિકારીને ૧૯ ઑક્ટોબરે AA02 DII WEALTH MINDS નામના વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં ૧૬૯ સભ્યો હતા અને ગ્રુપ ઍડ્‍મિન દ્વારા શૅરબજાર વિશે ખરીદીની ટિપ્સ આપવામાં આવતી હતી.


ગ્રુપમાં આવતી ટિપ્સ બરાબર હોવાની ખાતરી થતાં ફરિયાદીએ શૅરમાર્કેટમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે ગ્રુપ સાથે જોડાયેલી પ્રિયા નામની મહિલાએ ફરિયાદીનો સંપર્ક કરી DeltaMin નામની ટ્રેડિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિન્ક મોકલી હતી.

DeltaMin ઍપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ફરિયાદી પાસે નો યૉર કસ્ટમર (KYC) વિગતો ભરાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને જિયો પ્લૅટફૉર્મ્સના IPOમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


સાઇબર ગઠિયાઓની વાતોમાં આવીને ફરિયાદીએ તેમનાં બે બૅન્કનાં ખાતાંમાંથી  અલગ-અલગ ટ્રાન્ઝૅક્શન કરીને કુલ ૧,૦૦,૪૨,૫૦૦ રૂપિયાની રકમ ઍપ્લિકેશનમાં જમા કરાવી હતી. સતત એક મહિનો રોકાણ કર્યા બાદ ઍપ્લિકેશનના ડૅશબોર્ડ પર તેમની રકમ સામે ૨,૦૬,૪૯,૧૨૩ રૂપિયા જેટલો મોટો નફો બતાવવા લાગ્યો હતો.

જ્યારે ફરિયાદીએ આ નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તમારા પૈસા બીજા શૅરમાં રોક્યા છે અને લૉકિંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી પૈસા પાછા નહીં મળે એવાં બહાનાં આપીને વધુ રકમ રોકાણ કરવાનું દબાણ કર્યું હતું. અસલ રકમ પણ પાછી કરવામાં આવી નહોતી.

પોતાની સાથે મોટો ફ્રૉડ થયાની ખાતરી થતાં ફરિયાદીએ તાત્કાલિક નૅશનલ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી અને સોમવારે ઈસ્ટર્ન સબર્બ્સ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK