ટ્રેનની અડફેટે આવવાથી તેમનાં મોત થયાં હોવાની શક્યતા દર્શાવાઈ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
રેલવે-ટ્રૅક પરથી માદા રીંછ અને એના બચ્ચાના મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના મહારાષ્ટ્રના ગોંદિયા-બલ્લારશાહ રૂટ પર ગુરુવારે બની હતી. અર્જુની મોરગાવ જંગલ વિસ્તારમાં આવેલી એક ટનલ પાસે માદા રીંછ અને એનું બચ્ચું મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. રેલવેના કાર્મચારીના ધ્યાનમાં આ બાબત આવતાં તેણે સિનિયર ઑફિસરોને એ વિશે જાણ કરી હતી. ટ્રેનની અડફેટે આવવાથી તેમનાં મોત થયાં હોવાની શક્યતા દર્શાવાઈ છે. બન્નેના મૃતદેહોનો ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો.

