‘Devabhau’ ads featuring CM Devendra Fadnavis spark row in Maharashtra: રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ‘દેવભાઉ’ તરીકે દર્શાવતી જાહેરાતોએ ઉભો કર્યો વિવાદ
ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : પીટીઆઇ)
મહારાષ્ટ્ર (Maharashtra)માં અખબારોની જાહેરાતો અને મુંબઈ (Mumbai)માં વિશાળ હોર્ડિંગ્સમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને ‘દેવભાઉ’ તરીકે દર્શાવવામાં આવ્યા બાદ રાજ્યમાં એક નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. આ ઝુંબેશથી શાસક મહાયુતિ ગઠબંધન (Mahayuti Alliance)માં અશાંતિ ફેલાઈ ગઈ છે, જેમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને અજિત પવાર (Ajit Pawar)ને બાજુ પર રાખવામાં આવ્યા છે, જેના કારણે ગઠબંધનની એકતામાં તિરાડો પડવાની અટકળોને વેગ મળ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)માં એકનાથ શિંદેની શિવસેના (Shiv Sena) અને ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party – BJP) વચ્ચે વારંવાર તણખા ઝરતા હોવાનું જોવા મળતું હોય છે. આ વખતે અનંત ચતુર્દશી (Anant Chaturdashi 2025)ના દિવસે રાજ્યના મોટા ભાગના અખબારોના પહેલે પાને મોટી મોટી જાહેરાત પ્રસિદ્ધ થયેલી જોવા મળી હતી. જાહેરાતમાં છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj)ને ફૂલ અર્પણ કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જોવા મળે છે અને જાહેરાતમાં ફક્ત એક જ શબ્દ ‘દેવાભાઉ’ લખેલું જોવા મળે છે. આ જાહેરાત દ્વારા મરાઠા સમાજના અનામત આંદોલનને ઉકેલવાનું શ્રેય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવામાં આવ્યું હોવાની છબી નિર્માણ થઈ હતી. આને પગલે શિંદે સેનામાં નારાજગી હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
શનિવારે પ્રકાશિત થયેલી આ જાહેરાતોમાં દેવેન્દ્ર ફડણવીસ છત્રપતિ શિવાજી મહારાજને ફૂલો અર્પણ કરતા અને અનંત ચતુર્દશી પર ગણેશ પૂજા કરતા દર્શાવવામાં આવ્યા છે. બંને જાહેરાતોમાં તેમના ગઠબંધન ભાગીદારોનો કોઈ ઉલ્લેખ કર્યા વિના ‘દેવાભાઉ’ ટેગલાઇન છે. જાહેરાતોનું પ્રાયોજકતા અસ્પષ્ટ છે, પરંતુ સ્કેલ અને કિંમત નોંધપાત્ર નાણાકીય સહાય સૂચવે છે.
મુંબઈમાં મરાઠા અનામત વિરોધ પ્રદર્શનો (Maratha reservation protests in Mumbai) પછી આ વિવાદ શરૂ થયો છે, જે દરમિયાન એકનાથ શિંદે અને અજિત પવાર બંનેએ અંતર જાળવી રાખ્યું હોવાથી દેવેન્દ્ર ફડણવીસ રાજકીય રીતે અલગ પડી ગયા હતા. હવે, ફક્ત ફડણવીસને દર્શાવતી જાહેરાતોનો અચાનક પૂર આવવાથી ગઠબંધનમાં સત્તા સંઘર્ષ માટે લડાઈની અટકળો શરૂ થઈ ગઈ છે.
શિવસેના યુબીટી (Shiv Sena, UBT)ના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ આ ઝુંબેશની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો કે એક જ દિવસમાં ૪૦થી ૫૦ કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા છે. તેમણે ભાજપ પર રાજકીય લાભ માટે શિવાજી મહારાજની છબીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કાળા નાણાંના સંભવિત ઉપયોગનો સંકેત આપતા ભંડોળના સ્ત્રોત પર પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘આ જાહેરાતોનો હેતુ શું છે? એવા સમયે જ્યારે રાજ્ય ખેડૂતોની આત્મહત્યા અને ભારે વરસાદથી પીડાઈ રહ્યું છે, ત્યારે આટલો બધો ખર્ચ શરમજનક છે.’ તેમણે આરએસએસ (RSS)ને પડકાર ફેંકતા કહ્યું કે, ‘જો તેમનો શિવાજી મહારાજ પ્રત્યેનો આદર સાચો હોય તો તેઓ તેમના નાગપુર મુખ્યાલયમાં તેમનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરે.’
ચર્ચામાં વધારો કરતા, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party - NCP) શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવાર (Rohit Pawar)એ દાવો કર્યો કે, જાહેરાતો ભાજપ દ્વારા પ્રાયોજિત નથી, પરંતુ એક સાથી પક્ષના મંત્રી દ્વારા કરવામાં આવી હતી. રોહિત પવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘જો મારી માહિતી સાચી હોય, તો એક મિત્ર પક્ષના મંત્રીએ ફડણવીસને જાણ કર્યા વિના આ જાહેરાતો આપી હતી. આ મંત્રી કોણ છે? કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? મહારાષ્ટ્ર જવાબોને પાત્ર છે.’
જોક, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ વિવાદને ઓછો મહત્વ આપવાનો પ્રયાસ કર્યો. થાણેમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મહાયુતિમાં કોઈ હરીફાઈ નથી. શ્રેષ્ઠતા માટે કોઈ સ્પર્ધા નથી. મરાઠા અનામત હોય કે ઓબીસી અધિકારો, અમે મહાયુતિ સરકાર હેઠળ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. ફડણવીસજી અને હું ગરીબોના વિકાસ અને કલ્યાણના સમાન એજન્ડા સાથે અમારી બીજી ઇનિંગમાં સાથે રમી રહ્યા છીએ.
આ ખાતરીઓ છતાં, ‘દેવાભાઉ’ ઝુંબેશથી શાસક ગઠબંધનમાં તણાવ અને આંતરિક એકતા અંગે અટકળો વધુ તીવ્ર બની છે.
