Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દગડુ શેઠના ગણપતિનાં દર્શન કરી સુરત પરત ફરતા પરિવારનો ભયાનક અકસ્માત

દગડુ શેઠના ગણપતિનાં દર્શન કરી સુરત પરત ફરતા પરિવારનો ભયાનક અકસ્માત

Published : 18 November, 2026 11:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર ડિવાઇડર પર ચડી જતાં ગુજરાતી મહિલાનું થયું મૃત્યુ, પરિવારના અન્ય સભ્યો પણ ઈજાગ્રસ્ત

ભાલીવલી ગામ નજીક થયેલા અકસ્માત બાદ રસ્તા પર પડેલી કાર.

ભાલીવલી ગામ નજીક થયેલા અકસ્માત બાદ રસ્તા પર પડેલી કાર.


મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ભાલીવલી ગામ નજીક સોમવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં સુરતમાં રહેતી ૩૨ વર્ષની દેવી સોલંકીનું મૃત્યુ થયું હતતું જ્યારે તેની ૬ વર્ષની પુત્રી ધ્વનિને ગંભીર ઈજા થઈ છે. આ મામલે માંડવી પોલીસે દેવીબહેનના નાના ભાઈ ૨૭ વર્ષના શિવ બુરખાવાલા સામે ફરિયાદ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સુરતમાં રહેતો બુરખાવાલા પરિવાર પુણેમાં દગડુ શેઠના ગણપતિનાં દર્શન કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે શિવને કાર ચલાવતી વખતે એકાએક ઊંઘ આવી જતાં તેણે કાર પરથી કાબૂ ગુમાવતાં કાર હાઇવેના લોખંડના ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. માંડવી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર મોતીરામ વળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અકસ્માતમાં કારમાં પાછળ બેસેલી દેવી સોલંકીની ડાબી બાજુના પેટમાં ગાડીનું પતરું ઘૂસી જવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત કારમાં સવાર ૬૫ વર્ષના જયંત બુરખાવાલા અને ૬ વર્ષની બાળકી ધ્વનિ સોલંકીને પણ ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઍમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે તંગાર ફાટાસ્થિત વિવાન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ દેવી સોલંકીને તપાસીને મૃત જાહેર કરી હતી, જ્યારે અન્ય સામાન્ય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી. કાર-ડ્રાઇવર શિવ બુરખાવાલા વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માત સર્જવા તથા માનવ મૃત્યુ અને ઈજાઓ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK