Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાંથી ૧૩ કરોડ રૂપિયાના ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

મીરા-ભાઈંદરમાંથી ૧૩ કરોડ રૂપિયાના ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

Published : 12 May, 2026 09:10 AM | IST | Mumbai
Samiullah Khan

જો કેમિકલ ન પકડાયું હોત તો ૫૦ કિલો ડ્રગ્સ બનાવીને વેચવાનો પ્લાન હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સિન્થેટિક ડ્રગ્સ પરનાં સૌથી મોટાં પગલાંઓમાંના એકમાં મીરા-ભાઈંદર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ મૅન્યુફૅક્ચરિંગ અને સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મલાડના માલવણી વિસ્તારમાં બે સ્થળોએ અને મનોરી-ગોરાઈમાં એક-એક સ્થળે દરોડા પાડ્યા હતા. એમાં કેમિકલ, મશીનરી અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેની અંદાજિત કિંમત ૧૩.૬૫ કરોડ રૂપિયા હતી.



પોલીસના જણાવ્યા મુજબ જો જપ્ત કરાયેલાં રસાયણો પર પ્રક્રિયા કરવામાં આવી હોત તો લગભગ ૫૦ કિલો ડ્રગ્સનું ઉત્પાદન થઈ શક્યું હોત, જેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા હોત.
આ પહેલા ૪ એપ્રિલથી ૭ મે દરમ્યાન પોલીસે લગભગ ૬.૭૭૩ કિલો ડ્રગ્સ જપ્ત કરીને ૧૦  વ્યક્તિની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 09:10 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK