Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાઉદના ખાસમખાસ સલીમ ડોલાની પૂછપરછ બાદ EDની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છાપેમારી

દાઉદના ખાસમખાસ સલીમ ડોલાની પૂછપરછ બાદ EDની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છાપેમારી

Published : 03 June, 2026 12:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મની-લૉન્ડરિંગ કેસમાં મુંબઈ, સુરત, અંકલેશ્વર સહિત ૨૦ જગ્યાએ દરોડા પાડ્યા

દાઉદની નજીકના મનાતા અને ડ્રગ્સનો ગોરખધંધો સંભાળતા સલીમ ડોલા (વચ્ચે)ને લઈ જતા અધિકારીઓ.

દાઉદની નજીકના મનાતા અને ડ્રગ્સનો ગોરખધંધો સંભાળતા સલીમ ડોલા (વચ્ચે)ને લઈ જતા અધિકારીઓ.


એપ્રિલમાં ટર્કીથી પ્રત્યાર્પણ કરી ભારત લવાયેલા આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના ખાસ મનાતા અને ડ્રગ્સના ધંધાનો કારભાર સંભાળતા સલીમ ડોલાની તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મંગળવારે કાર્યવાહી કરતાં મુંબઈ, સુરત અને અંકલેશ્વર, રાજકોટ સહિત ૨૦ જગ્યાએ દરોડા પાડ્યા હતા.

EDએ આપેલી માહિતી અનુસાર આ દરોડા સલીમ ડોલાના સિન્ડિકેટથી જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), હવાલા ઑપરેટરો, બેનામી પ્રૉપર્ટી ધરાવનારા તેમ જ ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ પૂરું પાડતી કંપનીઓ પર દરોડા પડાયા હતા.



EDએ સલીમ ડોલા વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધ્યો છે અને એની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરાઈ હતી. ડોલાના નામે જાણીતો સલીમ ઇસ્મા​ઇલ ડોલા વૉન્ટેડ ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહિમનો વિશ્વાસુ મનાય છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સનું રૅકેટ ચલાવે છે.


 તેના વિરુદ્ધ ઍન્ટિ-નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા અનેક ગુના નોંધવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં તેને ટર્કીથી પ્રત્યાર્પણ કરીને લવાયો હતો. તે દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ થતાં જ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ તેને તાબામાં લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK