રવિવારે બપોરના ૧૨ વાગ્યાથી એનું રજિસ્ટ્રેશન શરૂ થશે.
પ્રતીકાત્મક તસવીર
શ્રી નવગામ ભાટિયા મિત્ર મંડળ, મુંબઈ દ્વારા રવિવારે ભાટિયા જ્ઞાતિના સ્ટુડન્ટ્સને ગવર્નમેન્ટની કૉમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપવા માટે રાજકોટના એક્સપર્ટ નીતિન ટોપરાણીના સહકાર સાથે ‘જ્ઞાન પ્રકાશ શૈક્ષણિક કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ પૅનલ દ્વારા કરીઅર ગાઇડન્સ પણ આપવામાં આવશે. જનરલ નૉલેજની એક્ઝામ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. વક્તાઓમાં નીતિન ટોપરાણી સાથે વ્રજ પટેલ, વીરેન જેઠવા, લીના દોશી અને ભરત વેદનો સમાવેશ છે. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશ્વિન મહેતા કરશે. આ પ્રસંગે શ્રી ભાટિયા બાલરક્ષક વિદ્યાલય, બોરીવલી; શ્રી મુંબઈ હાલાઈ ભાટિયા મહાજન; ઑલ ઇન્ડિયા સમસ્ત ભાટિયા ફેડરેશન, મુંબઈ; શ્રી સમસ્ત ભાટિયા મહાજન, ગુજરાત અને શ્રી ભાટિયા મિત્ર મંડળ, રાજકોટને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે જનરલ નૉલેજ સ્પર્ધામાં પ્રથમ ૧૦ આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. સાંજના પાંચ વાગ્યા બાદ ભજન હરીફાઈ રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન બોરીવલી-વેસ્ટના લોકમાન્ય તિલક રોડ પર બાભઈ નાકા પર આવેલી શેઠ શ્રી નરોત્તમ નેણસી ટોપરાણી ભાટિયાવાડી, શ્રી ભાટિયા બાલરક્ષક વિદ્યાલયમાં કરવામાં આવ્યું છે. રવિવારે બપોરના ૧૨ વાગ્યાથી એનું રજિસ્ટ્રેશન શરૂ થશે.