નવા નિયમના પાલનની જવાબદારી FDAના નવા ૧૯૧ અધિકારીઓની રહેશે
નરહરિ ઝિરવળ
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) ખાતાના પ્રધાન નરહરિ ઝિરવળે ચેતવણી આપી હતી કે એક્સપાયર થયેલી વસ્તુઓ ડિલિવર કરતાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘કોઈ પણ સંજોગોમાં ગ્રાહક સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવશે નહીં. નવા નિયમના પાલનની જવાબદારી FDAના નવા ૧૯૧ અધિકારીઓની રહેશે. આ અધિકારીઓ ફરિયાદોની રાહ જોવાને બદલે જાતે જ ચકાસણી કરીને કાર્યવાહી કરશે.’
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ADVERTISEMENT
તાજેતરમાં પુણેમાં બ્લિન્કિટે એક્સપાયર થયેલી ફૂડ-આઇટમ સપ્લાય કરી હોવાની ફરિયાદ મળી હતી અને દસ્તાવેજોની વિગતવાર તપાસ અને ઑડિટમાં આ વાત સાબિત થઈ હતી. કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ જ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો નરહરિ ઝિરવળે ઉલ્લેખ કર્યો હતો.
