Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આઇફોન ચોરીને જુદાં-જુદાં રાજ્યોમાં વેચતી ટોળકી પકડાઈ, જપ્ત કરવામાં આવી ૪૪,૭૮,૪૦૦ રૂપિયાની મતા

આઇફોન ચોરીને જુદાં-જુદાં રાજ્યોમાં વેચતી ટોળકી પકડાઈ, જપ્ત કરવામાં આવી ૪૪,૭૮,૪૦૦ રૂપિયાની મતા

Published : 08 September, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવિધ રાજ્યોમાં હાથસફાઈ કરીને, આઇફોન ચોરીને એને વેચતી ટોળકીને પોલીસે ઝબ્બે કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે મળી આવેલ મતાનું કુલ મૂલ્ય અંદાજે રૂ. ૪૪.૭૮ લાખ આંકવામાં આવ્યું છે. તસવીર/મુંબઈ પોલીસ

પોલીસે જણાવ્યું હતું કે મળી આવેલ મતાનું કુલ મૂલ્ય અંદાજે રૂ. ૪૪.૭૮ લાખ આંકવામાં આવ્યું છે. તસવીર/મુંબઈ પોલીસ


વિવિધ રાજ્યોમાં હાથસફાઈ કરીને, આઇફોન ચોરીને એને વેચતી ટોળકીને પોલીસે ઝબ્બે કરી છે. ૪ જણની આ ટોળકી પાસેથી કુલ ૪૪,૭૮,૪૦૦ રૂપિયાની મતા જપ્ત કરી હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યા અનુસાર આ ગૅન્ગ ટેક્નિકલ એક્સપર્ટ્‍સની મદદથી આઇફોનનું ઍપલ આઇડેન્ટિફિકેશન (ID) કાઢીને એને અન્ય રાજ્યોમાં વેચી દેતી હતી. જો એ ચોરાયેલા ફોનનું ઍપલ ID કાઢીને ડિવાઇસનું લૉક ન ખોલી શકે તો એના મધરબોર્ડ, ડિસ્પ્લે જેવા ઓરિજિનલ સ્પેરપાર્ટ્‍સને અન્ય સાથીદારોને ઊંચા ભાવે વેચતા હતા. 



આ ઑપરેશન દરમ્યાન ચોરો પાસેથી ચોરાયેલા ૬૪ ફોન, ૧૨ સિમ કાર્ડ, ડિસ્પ્લે, બૅટરી, મધરબોર્ડ અને લૉજિક બોર્ડ જેવા સ્પેરપાર્ટ્‍સ મળીને આશરે ૪૪,૭૮,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમની ધરપકડને કારણે મહારાષ્ટ્ર, તેલંગણ, દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તરાખંડના અનેક કેસ ઉકેલવામાં મદદ મળી હતી. તેમની સાથે બીજું કોણ સંકળાયેલું છે અને ચોરાયેલા ફોન ખરીદનારા બીજા કોણ-કોણ છે એ જાણવા પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK