Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો-6 માટે વેસ્ટર્ન રેલવેના પાટા પર જોખમી ગર્ડર-લૉન્ચિંગનું કામ સમય પહેલાં થયું પૂરું

મેટ્રો-6 માટે વેસ્ટર્ન રેલવેના પાટા પર જોખમી ગર્ડર-લૉન્ચિંગનું કામ સમય પહેલાં થયું પૂરું

Published : 04 May, 2026 08:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિવિલ વર્કનો મોટો ભાગ પૂરો થતાં હવે આ મેટ્રોલાઇનનું કામ ઝડપથી પૂરું થશે

વેસ્ટર્ન રેલવેના ટ્રૅક પર ત્રણ વિશાળ ગર્ડર લૉન્ચ કરવાનું જટિલ કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે.

વેસ્ટર્ન રેલવેના ટ્રૅક પર ત્રણ વિશાળ ગર્ડર લૉન્ચ કરવાનું જટિલ કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે.


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા મેટ્રો-6 માટે વેસ્ટર્ન રેલવેના ટ્રૅક પર ત્રણ વિશાળ ગર્ડર લૉન્ચ કરવાનું જટિલ કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે. ગઈ કાલે જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે અત્યંત જોખમી ગણાતી આ કામગીરી નિર્ધારિત સમય કરતાં ૩૦ મિનિટ વહેલી પૂરી કરવામાં આવી હતી. લોખંડવાલાથી વિક્રોલીને જોડતા ઈસ્ટ-વેસ્ટ કૉરિડોર માટે આ એક મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે. ચાલુ રેલવેવ્યવહાર વચ્ચે ગર્ડર-લૉન્ચિંગનું કામ સૌથી પડકારજનક હતું. દસ કલાકનો ટ્રાફિક અને પાવર બ્લૉક તથા ત્રણ કલાકનો રેલવે બ્લૉક રાખવામાં આવ્યો હતો. ભારે મશીનરી અને ક્રેનની મદદથી રેલવે-ટ્રૅક પર આ મહાકાય માળખાં ગોઠવવામાં આવ્યાં હતાં. મેટ્રો લાઇન-6 કાર્યરત થવાથી ઈસ્ટ-વેસ્ટનાં સબર્બ્સ વચ્ચેની કનેક્ટિવિટી વધશે અને લાખો પ્રવાસીઓનો મુસાફરીનો સમય ઘટશે. સિવિલ વર્કનો મોટો ભાગ પૂરો થતાં હવે આ મેટ્રોલાઇનનું કામ ઝડપથી પૂરું થશે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK