Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન એક્સપ્રેસવે પર VVIP મૂવમેન્ટને કારણે ભારે વાહનોને બૅન કરવામાં આવ્યાં

વેસ્ટર્ન એક્સપ્રેસવે પર VVIP મૂવમેન્ટને કારણે ભારે વાહનોને બૅન કરવામાં આવ્યાં

Published : 18 February, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટર્ન એક્સપ્રેસવે પર VVIP મૂવમેન્ટને કારણે ભારે વાહનોને બૅન કરવામાં આવ્યાં એટલે મુંબઈગરાને મજા પડી ગઈ

ગૂગલ મૅપ પર વેસ્ટર્ન એક્સપ્રેસવે યલો કે રેડ પૅચ વગર બ્લુ કલરમાં દેખાયો

ગૂગલ મૅપ પર વેસ્ટર્ન એક્સપ્રેસવે યલો કે રેડ પૅચ વગર બ્લુ કલરમાં દેખાયો


મંગળવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકમાં અણધાર્યો ફેરફાર જોવા મળ્યો. પીક અવર્સમાં સામાન્ય રીતે કાંદિવલીથી બાંદરા સુધી પહોંચતાં એક કલાક લાગી જાય છે ત્યારે ગઈ કાલે ૩૦ મિનિટમાં જ મુસાફરો આ અંતર કાપી શક્યા.

મુંબઈ ટ્રાફિક પોલીસે ભારતના વડા પ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને આ રોડ પર સવારે ૮થી રાતે ૯ વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને પગલે રસ્તા પર ટ્રાફિક હળવો રહ્યો હતો. 



વાકોલા ફ્લાયઓવર અને દહિસર ટોલ-નાકા વચ્ચે VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયને લીધે મુસાફરોને પોતાને VVIP ટ્રીટમેન્ટ મળી રહી હોય એવું લાગતું હતું. અનેક મુસાફરોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK