કંપની હવે પેન ઉપરાંત રાઇટિંગ પેપર અને નોટબુક જેવી પેપર-બેઝ્ડ સ્ટેશનરી પણ બનાવશે
રવીના ટંડન અને સલમાન ખાન અગાઉ રોટોમૅક બ્રૅન્ડ સાથે સંકળાઈ ચૂક્યાં છે.
ભારતની જાણીતી રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટની બ્રૅન્ડ્સમાંની એક રોટોમૅક નવી ઓળખ અને સ્ટ્રૅટેજી સાથે માર્કેટમાં પાછા ફરવાની તૈયારી કરી રહી છે. એના આઇકૉનિક સ્લોગન ‘લિખતે લિખતે લવ હો જાએ’ માટે પ્રખ્યાત થયેલી આ બ્રૅન્ડ રિવાઇવલના નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે.
રોટોમૅક જ્યારે ટોચ પર હતી ત્યારે દેશની રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૨૮ ટકા માર્કેટ-શૅર ધરાવતી હતી જે એને દેશની સૌથી પ્રભાવશાળી અને વિશ્વસનીય પેન બ્રૅન્ડ્સમાંની એક બનાવતી હતી. આ બ્રૅન્ડ સાથે અગાઉ રવીના ટંડન અને સલમાન ખાન સહિત ભારતની કેટલીક મોટી
ADVERTISEMENT
ફિલ્મ-સેલિબ્રિટીઓ સંકળાયેલી હોવાને કારણે એની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો.
રોટોમૅકની રીએન્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીની અટકળો મુજબ ટૂંક સમયમાં એક ફીમેલ સુપરસ્ટાર આ બ્રૅન્ડ સાથે જોડાઈ શકે છે. સૂત્રો મુજબ આ બ્રૅન્ડ કશિકા કપૂર સાથે એન્ડોર્સમેન્ટ કરે એવી શક્યતા છે. કશિકા કપૂર જેન-ઝી ઍક્ટ્રેસ છે અને બૉલીવુડ તથા ટૉલીવુડમાં અનેક પ્રોજેક્ટ્સ સાથે મક્કમ ગતિએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.
કંપનીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રોટોમૅક પેન અને સ્ટેશનરી પ્રોડક્ટ્સ હવે શ્રી ભવાની પેપર મિલ્સ દ્વારા બનાવવામાં આવશે. કંપની પોતાની પેપર મિલ પણ ઊભી કરી રહી છે એને કારણે પેપર-બેઝ્ડ પ્રોડક્ટ્સમાં વિસ્તરણ કરવાના નિર્ણયને એક વ્યૂહાત્મક અને સંકલિત પગલું ગણવામાં આવી રહ્યું છે. આ પગલું ‘લિખતે લિખતે લવ હો જાએ’ ફિલસૂફી હેઠળ બ્રૅન્ડને એના પ્રૉમિસને વિસ્તારવાની તક આપશે.
આ નવી સ્ટ્રૅટેજી હેઠળ રોટોમૅકનો પ્રોડક્શન પોર્ટફોલિયો હવે ફક્ત પેન પૂરતો મર્યાદિત નહીં રહે. રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે બ્રૅન્ડ રાઇટિંગ પેપર અને નોટબુક જેવી પેપર-બેઝ્ડ સ્ટેશનરી પ્રોડક્ટ્સમાં પણ વિસ્તરણ કરશે. કંપની રમકડાંના લૉન્ચ સાથે બાળકોના સેગમેન્ટમાં પ્રવેશ કરવા માટે પણ તૈયાર છે. આ યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું એક નોંધપાત્ર વૈવિધ્યકરણ દર્શાવે છે.
રિફ્રેશ્ડ ડિઝાઇન, બહેતર
ઉત્પાદન-ગુણવત્તા અને મજબૂત સપ્લાય-ચેઇન સાથે રોટોમૅક વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, બાળકો અને ઇન્સ્ટિટ્યુશનલ ગ્રાહકોને સમાન રીતે સેવા આપવાનો હેતુ રાખે છે.
મજબૂત બ્રૅન્ડ-લેગસી અને નવીન બિઝનેસ-વિઝન દ્વારા રોટોમૅક પોતાને એક વ્યાપક, મલ્ટિ-કૅટેગરી બ્રૅન્ડ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. રોટોમૅક ભારતીય ગ્રાહકો સાથે ફરીથી જોડાવા અને એની સફરમાં એક નવું આત્મવિશ્વાસપૂર્ણ પ્રકરણ લખવા માટે તૈયાર છે.
