Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જલ્દી સાફસફાઈ કર લો, વરના તુકારામ મુંઢે આ જાએગા

જલ્દી સાફસફાઈ કર લો, વરના તુકારામ મુંઢે આ જાએગા

Published : 11 August, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FDA અને FSSAIના ભૂતપૂર્વ ઑફિસરોની કન્સલ્ટન્ટ તરીકે મદદ લઈને હોટેલિયર્સ મૉક ડ્રિલ કરાવી રહ્યા છે

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેની કાર્યવાહીથી હોટેલ, રેસ્ટોરાં અને ખાદ્ય સામગ્રી બનાવનારી કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એથી હવે તેઓ તુકારામ મુંઢેની ટીમ તેમને ત્યાં ત્રાટકે એ પહેલાં FDA અને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના ભૂતપૂર્વ ઑફિસરોની કન્સલ્ટન્ટ તરીકે મદદ લઈ તેમની પાસે મૉક ડ્રિલ કરાવીને બધું બરાબર છે કે નહીં એની ચકાસણી કરાવી રહ્યા છે. 

એક ઑફિસરે કહ્યું હતું કે ‘FDAની કાર્યવાહીને કરાણે હોટેલિયરો અને રેસ્ટોરાં ઓનર્સ સાવધ થઈ ગયા છે. જો ડિપાર્ટમેન્ટ દ્વારા એવી કાર્યવાહી થાય અને નિયમોનું ઉલ્લંઘન થયેલું જણાઈ આવે છે તો સીધું લાઇસન્સ સસ્પેન્ડ કરી નાખે છે. એના કરતાં નોટિસ આપવામાં આવે અને સમય આપવામાં આવે તો એ દરમ્યાન સુધારાનાં પગલાં લઈ શકાય છે. જો હોટેલ કે રેસ્ટોરાં બંધ કરી દેવાય તો હોટેલિયરોને તો નુકસાન થાય જ છે, સાથે તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓએ પણ નુકસાન ભોગવવું પડે છે. એથી તેઓ હવે અમારી સેવા લઈ રહ્યા છે અને સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છે જેથી ઊંઘતા ન ઝડપાય. ખાસ કરીને કિચનમાં સ્વચ્છતા જાળવવાનાં અને ખાદ્ય પદાર્થોના હૅન્ડલિંગ અને સ્ટૉક, સ્ટોરેજ બાબતે પગલાં લેવામાં આવી રહ્યાં છે. હોટેલનાં કિચન પહેલાં મોકળાશભર્યાં નહોતાં અને એમાં એટલી સ્પેસ પણ નહોતી રહેતી એટલે બધા નિયમોનું ચુસ્તપણે પાલન પણ નહોતું થતું. વળી ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ મળે તો જ કિચન સંદર્ભે કાર્યવાહી થતી હતી. તુકારામ મુંઢેએ જ્યારથી ચાર્જ લીધો છે અને કાર્યવાહી થઈ રહી છે ત્યારથી હોટેલિયરો કિચનને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છે.’



એક હોટેલિયર દ્વારા આવી સર્વિસ માટે કન્સલ્ટન્ટ તરીકે નિમાયેલા FDAના ભૂતપૂર્વ ઑફિસરે કહ્યું હતું કે ‘પહેલાં અમને હોટેલો લાયઝનિંગ વર્ક માટેનું એટલે કે વિવિધ સરકારી લાઇસન્સ અને અપ્રૂવલ મેળવવા માટેનું કામ સોંપતી હતી. હવે જ્યારથી તુકારામ મુંઢે પાસે ચાર્જ ગયો છે અને સતત કાર્યવાહીઓ થઈ રહી છે ત્યારથી અમને હોટેલ અને રેસ્ટોરાં દ્વારા તેમની પ્રિમાઇસિસનું ચેકિંગ કરવાનું અને જો FDAની કાર્યવાહી થાય તો એમાં ફૉલ્ટમાં ન આવીએ એટલે શું કરવું પડશે એની સલાહ આપીને એ મુજબ પગલાં લેવાનું કામ કરાવાઈ કહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK