નવા વર્ષના સ્વાગત માટે તલાવપાલી પર ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે
થાણે તળાવ
થાણે-વેસ્ટમાં આવેલા કૌપિનેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના સ્વાગત માટે તલાવપાલી પર ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થાણેકરો મોટી સંખ્યામાં આવ્યા હતા. ૩૧ ડિસેમ્બરે રાતે ૧૦.૩૦ વાગ્યે આરતી શરૂ થઈ હતી જે ૧૨.૦૧ વાગ્યા સુધી ચાલી હતી. આમ આ અનોખા નવા વર્ષના સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મહિલો અને યુવકો-યુવતીઓ પણ આ સેલિબ્રેશનમાં જોડાયાં હતાં. પારંપરિક વિધિ સાથે મંત્રોચ્ચાર કરી આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ભારે ભીડને કારણે એવું લાગતું હતું કે સ્ટૅમ્પીડ જેવી સ્થિતિ સર્જાશે, પણ સદ્ભાગ્યે એવી કોઈ દુર્ઘટના બની નહોતી.


