Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > IND PAK War: LoC પર પાકિસ્તાનના ગોળીબારમાં ઘાટકોપરમાં રહેતા 23 વર્ષના જવાન શાહિદ

IND PAK War: LoC પર પાકિસ્તાનના ગોળીબારમાં ઘાટકોપરમાં રહેતા 23 વર્ષના જવાન શાહિદ

Published : 09 May, 2025 07:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IND PAK War: નાઈકના પરિવારના સભ્યો હાલમાં આંધ્ર પ્રદેશના તેમના વતન ગામમાં રહે છે. સરહદ પર બીજા બહાદુર સૈનિકના મૃત્યુ પર રાષ્ટ્ર શોક વ્યક્ત કરી રહ્યું હોવાથી અંતિમ સંસ્કારની વ્યવસ્થા વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

મુરલી નાઈક (તસવીર: મિડ-ડે)

મુરલી નાઈક (તસવીર: મિડ-ડે)


એક દુઃખદ ઘટનામાં, ઘાટકોપરના (IND PAK War) કામરાજ નગરના રહેવાસી આર્મી જવાન મુરલી નાઈક (23) શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાની ડ્રૉન હુમલામાં શહીદ થયા. આ હુમલો જમ્મુ ક્ષેત્રના ઉરી નજીક સવારે 3:00 વાગ્યે થયો હતો જ્યાં તેઓ ફરજ પર હતા. મૂળ આંધ્રપ્રદેશના કફીદંડા ગામના રહેવાસી મુરલી નાઈક 2022 માં ભારતીય સેનામાં જોડાયા હતા. તેમની શહાદતથી ઘાટકોપર વિસ્તારમાં શોક છવાઈ ગયો છ. મુરલી નાઈક ઘાટકોપર રહેતા હતા.


ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ ડ્રૉન હુમલો થયો છે. બે દિવસ પહેલા જ, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જવાબમાં, પાકિસ્તાને (IND PAK War) ગુરુવાર રાતથી વિવિધ ભારતીય સીમા વિસ્તારોમાં અનેક ડ્રૉન અને મિસાઈલ હુમલાઓ શરૂ કર્યા હતા, જેમાં નાગરિકો અને લશ્કરી કર્મચારીઓ બન્નેમાં જાનહાનિ થઈ હતી.




આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતા કહ્યું: "દેશની રક્ષામાં શ્રી સત્ય સાંઈ જિલ્લાના પેનુકોન્ડા વિધાનસભા મતવિસ્તારના(IND PAK War) ગોરંટલા મંડળના સૈનિક મુરલી નાયકના મૃત્યુ વિશે સાંભળીને દુઃખ થયું. દેશ માટે પોતાનો જીવ આપનારા શહીદ મુરલી નાયકને શ્રદ્ધાંજલિ. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."


સ્થાનિક સંગઠનો અને રાજકીય નેતાઓએ પણ શહીદ સૈનિકને શ્રદ્ધાંજલિ આપી છે. ABVP ઘાટકોપરે (IND PAK War) X પર એક પોસ્ટમાં શહીદનું સન્માન કર્યું છે, જ્યારે ભાજપના નેતા ગણેશ કુંદર અને કૉંગ્રેસના કાર્યકર્તા ધર્મેશ જે. સોનીએ શોક વ્યક્ત કર્યો છે અને નાઈકના પરિવાર માટે શક્તિ માટે પ્રાર્થના કરી છે. નાઈકના પરિવારના સભ્યો હાલમાં આંધ્ર પ્રદેશના તેમના વતન ગામમાં રહે છે. સરહદ પર બીજા બહાદુર સૈનિકના મૃત્યુ પર રાષ્ટ્ર શોક વ્યક્ત કરી રહ્યું હોવાથી અંતિમ સંસ્કારની વ્યવસ્થા વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

૬ અને ૭ મેની રાત્રે, પાકિસ્તાની સેના (Pakistan Army)એ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તોપમારો પણ સામેલ હતો. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી ૭ સામાન્ય નાગરિકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતકોમાં એક મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે જેનું ઘર પૂંચ (​​Poonch) જિલ્લાના માનકોટ (Mankot) વિસ્તારમાં મોર્ટાર શેલથી અથડાયું હતું. તેની ૧૩ વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબારમાં પૂંછના વિવિધ સેક્ટરમાં લગભગ ૪૮ અન્ય નાગરિકો પણ ઘાયલ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK