Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મુંબઈ પોલીસ હાઈ અલર્ટ પર

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મુંબઈ પોલીસ હાઈ અલર્ટ પર

Published : 04 March, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈના ઘણા ભાગોમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને પગલે મુંબઈમાં વિરોધ-પ્રદર્શન ફાટી નીકળ્યાં છે જેને કારણે ખાસ કરીને ઈરાની, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલી કૉન્સ્યુલેટ્સની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. મુંબઈ પોલીસે ચેતવણી ઇશ્યુ કરીને અલર્ટ રહેવા જણાવ્યું છે, કારણ કે એ પ્રદર્શનો હિંસામાં ફેરવાઈ શકે છે જેમાં રમખાણ, તોડફોડ અથવા આગ ચાંપવાની ઘટના બની શકે છે. પોલીસ-અધિકારીઓએ શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક દેખરેખ રાખવા પર ભાર મૂક્યો છે એથી પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.  

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈના ઘણા ભાગોમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાસ કરીને ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના દૂતાવાસોની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. મુંબઈ પોલીસે એના તમામ અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઈરાનના સમર્થનમાં અથવા વિરુદ્ધમાં યોજાતાં વિરોધ-પ્રદર્શનોનો ઉપયોગ હિંસા માટે થઈ શકે છે. 



પોલીસ-અધિકારીઓએ કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વધુ કડક દેખરેખ અને સાવચેતીનાં પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ-બંદોબસ્ત વધારી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.  


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK