Jain Community Opposes Taj Hotel in Palitana: ૮૫૦ થી વધુ મંદિરો સાથે, પાલિતાણા જૈન સમુદાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક છે અને શહેરમાં સ્થિત શેત્રુંજય પર્વત પાંચ જૈન પંચક્ષેત્રોમાંનું એક છે, જે સમુદાય માટે પવિત્ર સ્થળ છે.
જૈનોનું તીર્થસ્થળ (તસવીર: X)
કી હાઇલાઇટ્સ
- લક્ઝરી હૉટેલ જૈનોન તીર્થસ્થળની પવિત્રતાને નુકસાન પહોંચાડશે
- ૮૫૦ થી વધુ મંદિરો સાથે, પાલિતાણા જૈન સમુદાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક છે
- જૈનોના પવિત્ર શહેર પાલિતાણામાં ફાઇવ સ્ટાર હૉટેલની જાહેરાતથી જૈનોમાં ચિંતા પસરી
ગુજરાતના પાલિતાણામાં ઇન્ડિયન હૉટેલ્સ કંપની લિમિટેડ (IHCL) દ્વારા તાજ હૉટેલ બનાવવાનો પ્લાન છે. જોકે આ પ્રોજેકટ સામે જૈન સામુદાય તરફથી વિરોધ જોવા મળી રહ્યો છે. જૈન સમુદાયનો દાવો છે કે આ લક્ઝરી હૉટેલ જૈનોના તીર્થસ્થળની પવિત્રતાને નુકસાન પહોંચાડશે. આ ભયથી દેશભરના જૈન સંગઠનોએ તાજ પાલિતાણાનો વિરોધ કરવા હાકલ કરી છે અને હૉટેલ યોજના રદ કરવાની માગ કરી છે.
૨૫ માર્ચે, IHCL એ ગુજરાતના પાલિતાણા પેલેસને તાજ બ્રાન્ડ હેઠળ ફાઇવ સ્ટાર હૉટેલમાં ફેરવવા માટે કરાર કરવાની જાહેરાત કરી હતી. ૮૫૦ થી વધુ મંદિરો સાથે, પાલિતાણા જૈન સમુદાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક છે અને શહેરમાં સ્થિત શેત્રુંજય પર્વત પાંચ જૈન પંચક્ષેત્રોમાંનું એક છે, જે સમુદાય માટે પવિત્ર સ્થળ છે. જૈનોના પવિત્ર શહેર પાલિતાણામાં ફાઇવ સ્ટાર હૉટેલની જાહેરાતથી જૈનોમાં ચિંતા પસરી છે કારણ કે સમુદાયના સભ્યોને ડર છે કે લક્ઝરી હોસ્પિટાલિટી સર્વિસ તેના મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પણ પીરસશે, જેનાથી પવિત્ર શહેરની પવિત્રતાને નુકસાન થશે. દેશભરના જૈન સંગઠનો આગામી હૉટેલ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને IHCL ને આ પ્રોજેક્ટ રદ કરવાની માગ કરી છે.
ADVERTISEMENT
મુંબઈના અનેક જૈન સમાજ દારા પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ચેન્નાઈ અને બૅંગલુરુ રના તેના સમકક્ષો સાથે મળીને આ લક્ઝરી હૉસ્પિટાલિટી પ્રોજેક્ટ સામે એક સામૂહિક નિવેદન બહાર પાડ્યું છે. સંગઠને ગુજરાતના મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને પત્ર લખ્યો છે, પરંતુ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલ સાથે મુલાકાતનો સમય પણ માગ્યો છે.
મુંબઈ જૈન સંઘ સંગઠનના એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય કમલેશ શાહે જણાવ્યું હતું કે, “અમે પ્રોજેક્ટનો વિરોધ નથી કરી રહ્યા કારણ કે વ્યવસાય કરવો તેમનો અધિકાર છે. વિનંતી છે કે આવી હૉટેલની સ્થાપના બિન-જૈન પ્રવાસીઓને પણ આકર્ષિત કરશે, જેઓ તીર્થયાત્રા માટે સ્થળની મુલાકાત લેશે નહીં, જેના કારણે તેઓ માંસાહારી ખોરાક અને દારૂનું સેવન કરશે. અમે IHCLની પ્રતિબદ્ધતા અને નીતિશાસ્ત્ર પર વિશ્વાસ રાખીએ છીએ પરંતુ તાજનું લૉન્ચિંગ અન્ય હૉટેલ ચેઇન્સને પણ આકર્ષિત કરશે અને તે બધા પર વિશ્વાસ કરી શકાય નહીં.”
જૈનોએ તાજ પાલિતાણા વિરુદ્ધ એક ઇ-મેઇલ ઝુંબેશ પણ શરૂ કરી છે જ્યાં સમુદાયના સભ્યો IHCLના અધિકારીઓ અને ટાટા ગ્રુપના ચૅરમૅન એન ચંદ્રશેખરનને ઇ-મેઇલ લખી રહ્યા છે. ઇ-મેઇલ દ્વારા, સમુદાયના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટ અજાણતામાં સ્થળની પવિત્ર ઓળખ અને તેના આધ્યાત્મિક સમુદાયના ઊંડાણપૂર્વક મૂલ્યો સાથે વિરોધ કરશે.
"લક્ઝરી ગેસ્ટસર્વિસ, તેના સ્વભાવથી, એવી ઑફરો, સેવાઓ અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે જે સ્થાનિક સમુદાય અને યાત્રાળુઓ દ્વારા અપનાવવામાં આવેલી ઊંડાણપૂર્વકની પરંપરાઓ અને તપસ્વી જીવનશૈલી સાથે સુસંગત ન હોઈ શકે. અત્યંત કાળજી સાથે પણ, આવી મિલકતની કાર્યકારી માગ અજાણતામાં શાંત અને પવિત્ર વાતાવરણને બદલી શકે છે જે પાલિતાણાને શાંતિ અને ભક્તિનું વૈશ્વિક પ્રતીક બનાવે છે," એમ ઇમેઇલમાં લખવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના જૈન સેલના મહારાષ્ટ્ર પ્રમુખ સંદીપ ભંડારીએ જણાવ્યું હતું કે, "પાલિતાણા ખૂબ નાનું શહેર છે, પરંતુ ખાસ કરીને જૈનો માટે તેનું આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ જ છે. જો શહેરની અંદર અથવા નજીકમાં કોઈ ફાઇવ સ્ટાર હૉટેલ બનાવવામાં આવે છે, તો તે તેના મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પીરસશે, જે સ્વીકાર્ય નથી. જો તેઓ હૉટેલ સ્થાપિત કરવા માગતા હોય, તો તેમણે માંસાહારી ખોરાક અને દારૂ વિના શરૂ કરવું પડશે."

