Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરામાં વૃદ્ધાના અવસાન બાદ બૅન્કના લૉકરમાંથી ૪ લાખના દાગીના ચોરાયા

બાંદરામાં વૃદ્ધાના અવસાન બાદ બૅન્કના લૉકરમાંથી ૪ લાખના દાગીના ચોરાયા

Published : 19 June, 2026 08:43 AM | Modified : 19 June, 2026 12:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરની હાઉસહેલ્પે લૉકરની ચાવી ઘરમાંથી ચોરી, પણ લૉકર કેવી રીતે ઑપરેટ કર્યું એની તપાસ ચાલુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાંદરા-વેસ્ટના પેરી ક્રૉસ રોડ પરની એક સોસાયટીમાં રહેતાં મહિલાના બૅન્ક-લૉકરમાંથી આશરે ૪ લાખ રૂપિયાના દાગીના ચોરી લેવાના આરોપસર બાંદરા પોલીસે બુધવારે એ મહિલાના ઘરમાં કામ કરતી હાઉસહેલ્પ સામે ફરિયાદ નોંધી છે. જે મહિલાના લૉકરમાંથી ચોરી થઈ છે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં અવસાન પામી હતી અને ત્યાર બાદ હાઉસહેલ્પે ચોરી કરી હતી. 

મહિલાના મૃત્યુ બાદ તેમની પુત્રીને ઘરમાં અને બૅન્કના લૉકરમાં રાખેલા અમુક દાગીના ગુમ હોવાનું જણાયું હતું એટલે તેણે બૅન્ક પાસેથી વિગતવાર માહિતી લેતાં આ ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી મહિલાએ મહિલાના મૃત્યુ પછી બૅન્કનું લૉકર કઈ રીતે ઑપરેટ કર્યું એની માહિતી પોલીસ ભેગી કરી રહી છે. આ ઉપરાંત બૅન્કનો કોઈ સાથી આરોપી મહિલા સાથે જોડાયેલો હતો કે કેમ એની પણ માહિતી કાઢવામાં આવી રહી છે.



બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરાના પેરી ક્રૉસ રોડ પર રહેતી ફરિયાદી મહિલાની માતાનું ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં અવસાન થયું હતું. મમ્મીના અવસાન બાદ ફરિયાદીએ ઘરમાં અને બૅન્કના લૉકરમાં રાખેલા કીમતી દાગીના શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ક્યાંય મળ્યા નહોતા. શરૂઆતમાં તેને લાગ્યું કે આ દાગીના મમ્મીએ બૅન્કના સેફ ડિપોઝિટ લૉકરમાં સુરક્ષિત રાખ્યા હશે, પરંતુ લૉકરની ચાવી ન હોવાને કારણે તે તાત્કાલિક એની તપાસ કરી શકી નહોતી. લાંબી શોધખોળ બાદ તાજેતરમાં ઘરમાંથી બૅન્કના લૉકરની ચાવી મળી આવી હતી. ત્યાર બાદ ફરિયાદીએ બૅન્કમાં જઈને તમામ કાનૂની પ્રક્રિયાઓ અને ડેથ ક્લેમ સેટલમેન્ટ પૂર્ણ કર્યું હતું અને આખરે મમ્મીનું લૉકર ખોલાવીને જોયું ત્યારે લૉકર સંપૂર્ણપણે ખાલી હતું અને એમાં એક પણ દાગીનો નહોતો. આથી ફરિયાદીને પ્રબળ શંકા ગઈ હતી કે ઑક્ટોબર ૨૦૨૫થી જૂન ૨૦૨૬ના ગાળા દરમ્યાન તેના ઘરમાં કામ કરતી હાઉસહેલ્પે જ ઘરકામના બહાને નજર ચૂકવીને ચાવી ઘરમાંથી જ ચોરી લીધી હતી. ચોરાયેલા કીમતી સામાનમાં આશરે સોનાની ૭ જૂની બંગડીઓ, ૩ સોનાની ચેઇન, ૩ સોનાનાં પેન્ડન્ટ, બે કીમતી ડાયમન્ડ ટૉપ્સ, એક ડાયમન્ડ રિંગ, ૩ ઇઅર-રિંગ્સ અને એક મોતીનો સેટ એમ આશરે ૪ લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાની ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતીના આધારે લૉકરની ચાવી લઈને હાઉસહેલ્પ મહિલાએ દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK