Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે ટૉઇલેટ માટે ચાલીને જવાની જરૂર નથી, જ્યાં હો ત્યાં જ ટૉઇલેટને બોલાવી શકાશે

હવે ટૉઇલેટ માટે ચાલીને જવાની જરૂર નથી, જ્યાં હો ત્યાં જ ટૉઇલેટને બોલાવી શકાશે

Published : 19 June, 2026 11:32 AM | IST | Shanghai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પથારીવશ અને ચાલી ન શકતા હોય એવા દરદીઓ બટન દબાવીને રિમોટ કન્ટ્રોલથી અથવા તો વૉઇસ-કમાન્ડથી પણ રોબો ટૉઇલેટને પોતાની પાસે બોલાવી શકે છે

રોબોટિક ટૉઇલેટ

અજબ ગજબ

રોબોટિક ટૉઇલેટ


ચીનમાં એક કંપનીએ રોબોટિક ટૉઇલેટ બનાવ્યું છે. એની ખાસિયત એ છે કે જરૂર પડ્યે તમે એને તમે જ્યાં હો ત્યાં બોલાવી શકો છો. મતલબ કે જો તમે પથારીમાં સૂતા હો તો ઊઠીને તમારે બાથરૂમ કે ટૉઇલેટ સુધી જવાની જરૂર નથી, સ્વિચ દબાવતાં ટૉઇલેટનું કમોડ તમારા સુધી આવશે. આ વ્યવસ્થા ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધ દરદીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. પથારીવશ અને ચાલી ન શકતા હોય એવા દરદીઓ બટન દબાવીને રિમોટ કન્ટ્રોલથી અથવા તો વૉઇસ-કમાન્ડથી પણ રોબો ટૉઇલેટને પોતાની પાસે બોલાવી શકે છે. એ કમાન્ડ મળતાં જ કમોડ ઘરમાં ક્યાંય પણ જાતે ચાલીને પહોંચી જાય છે. એમાં લેસર અને અલ્ટ્રાસૉનિક સેન્સર્સ લાગેલાં છે. એ સેન્સર્સથી રોબોને ઘરમાં દીવાલો ક્યાં છે અને રસ્તામાં ફર્નિચર ક્યાં મૂકેલું છે એનો અંદાજ આવી જાય છે. એક કમાન્ડ પર તમારી પથારીની બાજુમાં હાજર થઈ ગયેલા કમોડ પણ તમે જરૂરી કામ પતાવીને બંધ કરી દો એટલે એ ફરીથી ચાલીને પોતાના ચાર્જિંગ સ્ટેશન પર જઈને બેસી જાય છે. એની સફાઈ પણ જાતે જ કરી લે છે. એ કમોડ પર બેઠા પછી પૂંઠની સફાઈ પણ આપમેળે ગરમ પાણીથી થઈ જાય છે અને ડ્રાય પણ મશીન જ કરે છે. રૂમમાં પૉટી કે સુસુ કરવાથી એની વાસ રૂમમાં ન રહે? એવો સવાલ થતો હોય તો એનું સૉલ્યુશન પણ આ રોબો પાસે છે. એમાં બદબૂ રોકતાં ફિલ્ટર પણ છે. આ રોબોટિક ટૉઇલેટની કિંમત ૪૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩.૭ લાખ રૂપિયા છે અને હાલમાં એ શાંઘાઈમાં યોજાયેલા એક એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 11:32 AM IST | Shanghai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK