ચેતન ચૌધરીના મિત્ર રિતેશ હિંગેની પણ પ્લાનમાં ભૂમિકા
કેતન અગ્રવાલ, સિયા ગોયલ
પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલને ફિયૉન્સી સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ લોહગઢ કિલ્લા પરથી ૧૮ જૂને ધક્કો મારીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. હવે પુણે રૂરલ પોલીસે એ કેસમાં ચેતન ચૌધરીના બાવીસ વર્ષના મિત્ર રિતેશ હિંગેની ધરપકડ કરી છે.
પોલીસનું કહેવું છે કે કેતનની હત્યા થઈ એ પહેલાં જ રિતેશને એ વાતની જાણ હતી કે સિયા અને ચેતન તેને મારી નાખવાના છે. ચેતને કેતનની હત્યા કર્યા બાદ રિતેશને ફોન કર્યો હતો અને તેમણે કેતનને પતાવી નાખ્યો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસને તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે કેતનના મર્ડરનો પ્લાન બનાવાઈ રહ્યો હતો ત્યારે રિતેશની પણ એમાં ભૂમિકા રહી હતી. એથી પોલીસે હવે તેની ધરપકડ કરી છે.
