Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

હવે હિંગ પણ હલકી?

Published : 30 August, 2026 08:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૅબોરેટરી ટેસ્ટિંગમાં એવરેસ્ટ અને LGની હિંગ ઊતરતી ક્વૉલિટીની મળી આવી, FSSAIએ એના વેચાણ પર બૅન મૂક્યો

એવરેસ્ટ અને LGની હિંગ

એવરેસ્ટ અને LGની હિંગ


ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધુ (LG)દ્વારા ઉત્પાદિત હિંગના વેચાણ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે લૅબોરેટરી ટેસ્ટિંગમાં આ ઉત્પાદનો હલકી ગુણવત્તાવાળાં હોવાનું જાણવા મળ્યું છે. કંપનીઓને ઉલ્લંઘનો સમજાવવાનો અને નિર્ધારિત સ્ટાન્ડર્ડ્‍સનું પાલન કેવી રીતે કરવું એનો ડીટેલ ઍક્શન પ્લાન સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એમને બજારમાં પહેલેથી જ હલકી ગુણવત્તાવાળાં ઉત્પાદનો સ્વેચ્છાએ પાછાં ખેંચવાની પણ સલાહ આપવામાં આવી છે. જ્યાં સુધી તેઓ નિયમોનું પાલન નહીં કરે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. FSSAIએ એવરેસ્ટના અંડા કરી મસાલા, ચિકન મસાલા અને ગરમ મસાલામાં પણ બિનપાલન શોધી કાઢ્યું હતું. જોકે આ ૩ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

પ્રયોગશાળાનાં પરીક્ષણોમાં શું જાણવા મળ્યું?
એક નિવેદનમાં FSSAIએ જણાવ્યું હતું કે ગ્રાહકોની ફરિયાદ બાદ એણે મુખ્ય હિંગની બ્રૅન્ડ્સનું નિરીક્ષણ શરૂ કર્યું છે. મુંબઈમાં કંપનીઓના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ અને ગુજરાતના ઉમરગામમાં એવરેસ્ટના એકમમાંથી એકત્રિત કરાયેલા નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂરાં કરવામાં નિષ્ફળ ગયાં હતા. ટેસ્ટિંગમાં જાણવા મળ્યું હતું કે ઉત્પાદકો જરૂરિયાત કરતાં ૩૦થી ૪૦ ટકા ઓછી કાચી હિંગનો ઉપયોગ કરી રહ્યા હતા.
લાલજી ગોધુ યુનિટમાંથી એકત્રિત કરવામાં આવેલી ૬ પ્રકારની કાચી હિંગમાં પણ ૧૫થી ૩૨ ટકા સ્ટાર્ચ હોવાનું જાણવા મળ્યું હતું, જે મહત્તમ ૧ ટકાની મંજૂરીથી ઘણું વધારે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK