સોના-ચાંદી સહિતની ૧૦૮ વસ્તુઓની હરાજીમાંથી લાલબાગચા રાજા મંડળને ૧,૬૫,૭૧,૧૧૧ કરોડ રૂપિયાની કમાણી
લાલબાગચા રાજા
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રાજાધિરાજને ભક્તોએ ચડાવેલી ભેટની હરાજી કરી હતી. હરાજીમાં સોના-ચાંદી સહિતની ૧૦૮ કીમતી વસ્તુઓ લોકોએ પ્રસાદ સ્વરૂપે શ્રદ્ધાપૂર્વક ખરીદી હતી. ૧૦૮ વસ્તુઓની હરાજીમાંથી મંડળને ૧,૬૫,૭૧,૧૧૧ રૂપિયાની કમાણી થઈ હતી.
સૌથી ઊંચી બોલી ૧૦૦ ગ્રામના સોનાના બિસ્કિટ માટે લાગી હતી. ૧૧,૩૧,૦૦૦ રૂપિયામાં સોનાનું બિસ્કિટ રાજેન્દ્ર લંજવાલે ખરીદ્યું હતું. ૨૪ કૅરૅટના ૧૦ ગ્રામના બિસ્કિટનો ભાવ ૧,૧૨,૦૦૦ રૂપિયા છે, જે ગયા વર્ષે ૭૫,૦૦૦ હતો. આ કારણથી આ વર્ષે ઓછી વસ્તુઓની હરાજી બોલાઈ હતી.
ADVERTISEMENT
ગયા વર્ષે બાપ્પાને ૫.૬૫ કરોડ રૂપિયાનું રોકડ દાન મળ્યું હતું. ૪.૧૫ કિલો સોનું અને ૬૪.૩૨ કિલો ચાંદી અર્પણ થયાં હતાં. એમાં ૯૯૦.૬ ગ્રામની સોનાની ચેઇન ૬૯.૩૧ લાખમાં વેચાઈ હતી.

